સાક્ષીઓને હાજર રહેવાની ફરમાવવાની પોલીસ અધિકારીની સતા - કલમ : 179

સાક્ષીઓને હાજર રહેવાની ફરમાવવાની પોલીસ અધિકારીની સતા

(૧) આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરતા પોલીસ અધિકારીએ પોતાના અથવા નજીકના સ્ટેશનની હદમાં હોય તે અને મળેલી માહિતી ઉપરથી કે બીજી રીતે કેસની હકીકત અને સંજોગોથી માહિતગાર હોવાનું જણાય તે વ્યકિતને લેખિત હુકમથી પોતાની સમક્ષ હાજર થવા ફરમાવી શકશે અને એ રીતે ફરમાવ્યા મુજબ તે વ્યકિતએ હાજર થવું જોઇશે. પરંતુ પંદર વષૅથી નીચેની ઉંમરના અથવા સાઇઠ વષૅથી વધુ ઉંમરના પુરૂષ અથવા કોઇ સ્ત્રીને અથવા કોઇ માનસિક કે શારીરિક રીતે અશકત વ્યકિતને કે ગંભીર બિમારીવાળા વ્યકિતને તે વ્યકિતના રહેવાના સ્થળ સિવાયના બીજા કોઈ સ્થળે હાજર થવાનું ફરમાવી શકાશે નહી.

(૨) રાજય સરકાર આ અથૅ નિયમો કરીને પોતાના રહેઠાણના સ્થળ સિવાયના કોઇપણ સ્થળે પેટા કલમ (૧) હેઠળ હાજરી આપનાર દરેક વ્યકિતને પોલીસ અધિકારીએ વાજબી ખર્ચ આપવા માટે જોગવાઇ કરી શકશે.