પોલીસ સાક્ષીઓની જુબાની લેવા બાબત - કલમ : 180

પોલીસ સાક્ષીઓની જુબાની લેવા બાબત

(૧) આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરનાર પોલીસ અધિકારી અથવા રાજય સરકાર તે માટે સામાન્ય કે ખાસ હુકમથી ઠરાવે તેથી નીચલા દરજજાના ન હોય તેવા અને તેની માંગણી ઉપરથી પગલા લેતા પોલીસ અધિકારી કેસની હકીકત અને સંજોગોથી જે વ્યકિત માહિતગાર હોવાનું માનવામાં આવતું હોય તે વ્યકિતની મૌખિક જુબાની લઇ શકશે.

(૨) આવા કેસ અંગે જે પ્રશ્નોના જવાબ આપવાથી પોતાના ઉપર કોઇ ફોજદારી હોમત આવી પડે અથવા પોતે કંઇ દંડ કે જપ્તીને પાત્ર બને તેમ હોય તે પ્રશ્નો સિવાયના તે અધિકારી પુછે તે તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવા તે વ્યકિત બંધાયેલ રહેશે.

(૩) આ કલમ હેઠળ જુબાની દરમ્યાન પોતાની સમક્ષ જે કથન કરવામાં આવે તેને પોલીસ અધિકારી લખી શકશે અને તે એમ કરે તો જેનું કથન તે લખી લે તે દરેક વ્યકિતના કથનની તેણે અલગ અને સાચી લેખિત નોંધ રાખવી જોઇશે. પરંતુ આ પેટા કલમ હેઠળ કરવામાં આવતા નિવેદન/કથન ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમમાં પણ નોંધી શકાશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે કોઇ સ્ત્રીની વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમો-૬૪ કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૬૯, કલમ-૭૦, કલમ-૭૧, કલમ-૭૪, કલમ-૭૫, કલમ-૭૬, કલમ-૭૭, કલમ-૭૮, કલમ-૭૯ અથવા કલમ-૧૨૪ હેઠળનો ગુનો થયો હોવાનું અથવા એવા ગુનાનો પ્રયત્ન કરવામાં આવેલ હોવાનું કહેવાતું હોય તેવી સ્ત્રીના કથનો કોઇ મહિલા પોલીસ અધિકારી અથવા કોઇ સ્ત્રી અધિકારી દ્રારા નોંધવામાં આવશે.