
પોલીસ પાસે કરેલા કથનો તેનો ઉપયોગ
(૧) આ પ્રકરણ હેઠળની પોલીસ તપાસ દરમ્યાન પોલીસ અધિકારી સમક્ષ કોઇ વ્યકિતએ કરેલું કથન લખી લેવામાં આવ્યુ હોય તો તેના ઉપર નિવેદન કરનાર વ્યકિતની સહી લેવામાં આવશે નહી તેમજ પોલીસ ડાયરીમાંનુ કે બીજું કોઇ કથન કે તેની લેખિત નોંધ અથવા તે કથન કે તેની લેખિત નોંધનો કોઈ ભાગ તે કથન કરવામાં આવેલ હોય તે સમયે જેની પોલીસ તપાસ ચાલતી હોય તે ગુનાની કોઇ તપાસ કે ઇન્સાફી કાયૅવહી આમા હવે પછી ઠરાવ્યું હોય તે સિવાય કોઇપણ હેતુ માટે ઉપયોગમાં લઇ શકાશે નહી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ જેનુ કથન લખી લેવામાં આવ્યું હોય તે સાક્ષીને ફરિયાદ પક્ષ તરફથી એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં જુબાની આપવા બોલાવેલ હોય ત્યારે કથનનો કોઇ ભાગ તેનો હોવાનું વિધિસર સાબિત થાય તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ની કલમ૧૪૮ માં જણાવેલી રીતે તે સાક્ષીને જુઠ્ઠો સાબિત કરવા માટે આરોપી અને ન્યાયલયની પરવાનગીથી ફરિયાદ પક્ષ તરફથી તેનો ઉપયોગ કરી શકાશે અને એ કથનના કોઇ ભાગનો એ રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સાક્ષીની ઉલટ તપાસમાં ઉલ્લેખાયેલી કોઇ બાબતનો ખુલાસો કરવા પૂરતો તેની ફેરતપાસમાં પણ તેના કોઇ બીજા ભાગનો ઉપયોગ કરી શકાશે.
(૨) આ કલમનો કોઇ મજકૂર ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ની કલમ-૨૬ ના ખંડ (એ) ની જોગવાઇઓમાં આવી જતાં કોઇ કથનને લાગુ પાડતો હોવાનું અથવા તે અધિનિયમની કલમ-૨૩ની પેટા કલમ(૨) ના પરંતુકની જોગવાઇઓને અસર કરતો હોવાનું ગણાશે નહી.
સ્પષ્ટીકરણ.- પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ કથનમાં કોઇ હકીકત કે સંજોગ જણાવેલ ન હોય અને તેનો સંદભૅ જોતાં તેવું ન જણાવવું મહત્વનું અને બીજી રીતે પ્રસ્તુત જણાતું હોય તો તેવું ન જણાવવું જુઠુ હોવા બરાબર ગણી શકાશે અને તે ચોકકસ સંદભૅમાં આવું ન જણાવવું જુઠ્ઠ ગણાય કે કેમ તે પ્રશ્ન હકીકતનો પ્રશ્ન બનશે.
Copyright©2023 - HelpLaw