
કબૂલાતો અને કથનો નોંધવા બાબત
(૧) જે જિલ્લામાં કોઇ ગુનો બન્યા હોવાની માહિતી નોંધાયેલ હોય તે જિલ્લાના કોઇપણ મેજિસ્ટ્રેટ પોતાને તે બાબતમાં હકૂમત હોય કે ન હોય તો પણ આ પ્રકરણ હેઠળની અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળની પોલીસ તપાસ દરમ્યાન અથવા ત્યાર પછી પરંતુ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવામાં આવે તે પહેલા કોઇપણ સમયે પોતાની સમક્ષ કરવામાં આવેલ કબૂલાત કે કથનની લેખિત નોંધ કરી શકશે. પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમ હેઠળ કરવામાં આવેલ કોઇપણ કબૂલાત અથવા કથન ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમથી પણ ગુનાના આરોપી વ્યકિતના એડવોકેટની હોજરીમાં નોંધી શકાશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ મેજિસ્ટ્રેટની સતા ધરાવતા હોય તેવા કોઇ પોલીસ અધિકારી દ્રારા કબૂલાત નોંધી શકાશે નહી.
(૨) એવી કોઇ કબૂલાતની નોંધ કરતા પહેલા તે કરનાર વ્યકિતને મેજિસ્ટ્રેટે સમજાવવું જોઇશે કે એવી કબૂલાત કરવા માટે તે બંધાયેલ નથી અને તે તેમ કરશે તો તે તેની સામે પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે અને કબૂલાત કરનારને પૂછપરછ કરતાં તેણે સ્વેચ્છાથી કબૂલાત કરી છે એવું માનવાને પોતાને કારણ ન હોય તો મેજિસ્ટ્રેટ એવી કબૂલાતની નોંધ કરશે નહી.
(૩) કબૂલાતની નોંધ કરવામાં આવે તે પહેલા કોઇપણ સમયે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થનાર કોઇ વ્યકિત જણાવે કે પોતે કબૂલાત કરવા રાજી નથી તો મેજિસ્ટ્રેટ તે વ્યકિતને પોલીસ કસ્ટડીમાં અટકમાં રાખવાની સતા આપશે નહી.
(૪) એવી કોઇ કબૂલાત આરોપીની જુબાની નોંધવા માટે કલમ-૩૧૬ માં જોગવાઇ કરેલી રીતે નોંધવી જોઇશે અને કબૂલાત કરનાર વ્યકીતએ તેમા સહી કરવી જોઇશે અને મેજિસ્ટ્રેટે એવી નોંધને છેડે નીચેની મતલબની યાદી નોંધવી જોઇશે.
મે (નામ) ને સમજાવ્યું છે કે તે કબૂલાત કરવા બંધાયેલ નથી અને તેમ કરશે તો તેણે કરેલી કબૂલાત તેની સામે પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે હુ માનુ છુ કે આ કબૂલાત સ્વેચ્છાથી કરવામાં આવી હતી તે મારી હાજરીમાં અને મારા સાંભળતા લેવામાં આવી હતી અને તે કરનાર વ્યકિતને તે વાંચી સંભળાવવામાં આવી હતી અને તે ખરી હોવાનું તેણે કબૂલ કર્યું હતુ અને તેમાં તેણે કરેલા કથનનો પૂરો અને ખરો હેવાલ છે. (સહી)ક.ખ.મેજિસ્ટ્રેટ
(૫) પેટા કલમ (૧) હેઠળ કરેલ (કબૂલાત) સિવાયનું કોઇ કથન આ સંહિતામાં હવે પછી ઠરાવેલી રીતે પુરાવા લેવા માટેના મેજીસ્ટ્રેટના અભિપ્રાય મુજબ કેસના સંજોગો માટે સૌથી યોગ્ય હોય તેવી રીતે નોંધવું જોઇશે અને જે વ્યકિતનું કથન એવી રીતે નોંધ્યુ હોય તેને સોગંદ લેવડાવવાની મેજિસ્ટ્રેટને સતા રહેશે.
(૬) (એ) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૬૯, કલમ-૭૦, કલમ-૭૧, કલમ-૭૪, કલમ-૭૫, કલમ-૭૬, કલમ-૭૭, કલમ-૭૮, કલમ-૭૯ અથવા કલમ-૧૨૪ હેઠળ સજાને પાત્ર કેસોમાં ગુનો થયેલ હોવાનું પોલીસને જાણ થયેથી બનતી ત્વરાએ મેજિસ્ટ્રેટ પેટા કલમ(૫)માં જણાવેલ પધ્ધતિથી જે વ્યકિત વિરૂધ્ધ ગુનો બનેલ હોય તેનું નિવેદન નોંધશે. પરંતુ વ્યવહારૂ હોય ત્યાં સુધી આવું નિવેદન કોઇ મહિલા મેજિસ્ટ્રેટ દ્રારા નોંધવામાં આવશે અને તેણીની ગેરહાજરીમાં કોઇ પુરૂષ મેજિસ્ટ્રેટ દ્રારા કોઇ મહિલાની હાજરીમાં નોંધવામાં આવશે. વધુમાં દસ વષૅ કે તેથી વધુ સજાને પાત્ર અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર અથવા મોતની શિક્ષાને પાત્ર ગુનાઓના કેસોમાં મેજિસ્ટ્રેટ પોલીસ અધિકારી દ્રારા તેની સમક્ષ લાવેલા સાક્ષીઓનું નિવેદન રેકડે કરશે. વળી જો નિવેદન આપનાર વ્યકિત હંગામી કે કાયમી રીતે માનસિક અથવા શારીરિક રીતે અશકત હોય તો મેજિસ્ટ્રેટ નિવેદન નોંધવામાં અર્થઘટન કરનાર અથવા ખાસ તાલીમ આપનાર (સ્પેશિયલ એજયુકેટર) ની મદદ લેશે. વળી જો નિવેદન આપનાર વ્યકિત હંગામી કે કાયમી રીતે માનસિક અથવા શારીરિક રીતે અશકત હોય તો અથૅઘટન કરનાર અથવા ખાસ તાલીમ આપનાર (સ્પેશિયલ એજયુકેટર) ની મદદથી તે વ્યકિત દ્રારા કરવામાં આવેલ નિવેદન ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમથી ઇચ્છનીય રીતે મોબાઇલ ફોન દ્રારા રેકડૅ કરવું જોઇશે.
(બી) હંગામી અથવા કાયમી રીતે માનસિક અથવા શારીરિક રીતે અશકત હોય તેવી કોઇ વ્યકિતનુ ખંડ
(એ) હેઠળ નોંધવામાં આવેલ નિવેદન ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ની કલમ-૧૪૨ માં નિર્દિષ્ટ કર્યો પ્રમાણેની સરતપાસની જગ્યાએ લેવામાં આવેલ નિવેદન ગણવામાં આવશે અને ટ્રાયલ વખતે નીવેદન નોંધ્યા સિવાય આવું નિવેદન કરનારની ઉલટતપાસ આવા નિવેદનના આધારે જ કરી શકાશે.
(૭) આ કલમ હેઠળ કથન કે કબૂલાત નોંધનાર મેજિસ્ટ્રેટ જેણે તે કેસમાં તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવાની હોય તે મેજિસ્ટ્રેટને તે મોકલી આપશે.
Copyright©2023 - HelpLaw