
બળાત્કારનો ભોગ બનનારની તબીબી તપાસ
(૧) બળાત્કાર અથવા બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનાની તપાસ ચાલુ હોય ત્યારે તે દરમ્યાન જેના ઉપર બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ થયેલ હોવાનું કહેવાતું હોય કે બળાત્કાર કે તેનો પ્રયાસ થયેલ હોય તે સ્ત્રીની તપાસ મેડિકલ એકસપટૅ દ્રારા કરાવવી જોઇએ આવી તપાસ સરકાર અથવા સ્થાનિક સતામંડળ દ્રારા ચલાવાતી હોસ્પિટલમાં કામ કરતા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનર દ્રારા અને આવા પ્રેકિટશનરની ગેરહાજરીમાં કોઇ અન્ય રજિસ્ટડૅ મેડિકલ પ્રેકિટશનર દ્રારા આવી સ્ત્રી અથવા તેના વતી સંમતિ આપી શકે તેવા કોઇ સક્ષમ વ્યકિતની સંમતિથી કરવામાં આવશે અને તે સ્ત્રીને આવો ગુનો થયો હોવા અંગેની માહિતી મળ્યાના ૨૪ કલાકની અંદર આવા રજિસ્ટડૅ મેડિકલ પ્રેકટિશનરને મોકલવામાં આવશે.
(૨) જેની આવી સ્ત્રી મોકલવામાં આવેલ હોય તે રજિસ્ટડૅ મેડિકલ પ્રેકટિશનર વિના વિલંબે તેણીની તપાસ કરશે અને નીચે જણાવેલા વિગતો દર્શાવતો તેની તપાસનો અહેવાલ તૈયાર કરશે.
(૧) તે સ્ત્રી અને તેને લાવનાર વ્યકિતના નામ અને સરનામા
(૨) તે સ્ત્રીની ઉમર
(૩) ડી.એન.એ. ની રૂપરેખા માટે તે સ્ત્રીમાંથી મેળવવામાં આવેલી સામગ્રીનું વણૅન
(૪) સ્ત્રી ઉપર જો કોઇ ઇજાના ચિન્હનો હોય તો તે
(૫) સ્ત્રીની સામાન્ય માનસિક સ્થિતિ અને
(૬) બીજી કોઇ મહત્વની વ્યાજબી વિગત
(૩) અહેવાલમાં દર્શાવેલ તારણો અંગે ટૂકમાં કારણો
(૪) અહેવાલમાં સ્પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે કે તે સ્ત્રીએ અથવા સ્ત્રી અંગે સંમતિ આપવા સક્ષમ વ્યકિત પાસેથી તેના વતી તેવા તબીબી પરીક્ષણ અંગે સંમતિ મેળવવામાં આવી હતી.
(૫) અહેવાલમાં તબીબી પરીક્ષણ કયારે શરૂ થયું અને કયારે પુરૂ થયું તેનો ચોકકસ સમય પણ નોંધવાનો રહેશે.
(૬) રજિસ્ટડૅ મેડિકલ પ્રેકિટશન સાત દિવસની અંદર તે અહેવાલ ઇન્વેસ્ટિગેશન ઓફિસરને પાઠવશે અને તે મેજિસ્ટ્રેટને કલમ-૧૯૩ હેઠળ પેટા કલમ (૬) ના ખંડ (એ)હેઠળ દશૅાવેલ દસ્તાવેજોના ભાગરૂપે ગણીને મોકલી આપશે.
(૭) સ્ત્રીની સંમતિ વગર અથવા તેના વતી સંમતિ આપવા સક્ષમ વ્યકિતની સંમતિ વગર થયેલુ કોઇપણ પરિક્ષણ આ કલમના સંદભૅમાં કાયદેસર ગણી શકાશે નહી.
સ્પષ્ટીકરણ.- આ કલમના હેતુ માટે પરીક્ષણ (એકઝામિનેશન) અને રજિસ્ટડૅ મેડિકલ પ્રેકટિશનર નો અથૅ કલમ-૫૧ માં જે કરવામાં આવેલ છે તે જ થશે.
Copyright©2023 - HelpLaw