પુરાવો અપુરતો હોય ત્યારે આરોપીને છૂટો કરવા બાબત
આ પ્રકરણ હેઠળની પોલીસ તપાસ ઉપરથી પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને એમ જણાય કે આરોપીને મેજિસ્ટ્રેટ તરફ મોકલવાનું વાજબી ઠરાવે એવો પૂરતો પુરાવો નથી અથવા એવી શંકા માટે વાજબી કારણ નથી તો અને તે આરોપી કસ્ટડીમાં હોય તો પોલીસ રિપોટૅ ઉપરથી ગુનાની વિચારણા શરૂ કરવાની અને આરોપી સામે ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા તેને ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટની સમક્ષ તેને એવી રીતે ફરમાવવામાં આવે ત્યારે તો અને હાજર થવા માટે પોતે આદેશ આપે તેવો મુચરકો અથવા જામીનખત આપે તો તે અધિકારીએ આરોપીને કસ્ટડીમાંથી મુકત કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw