
ફરિયાદી અને સાક્ષીઓને પોલીસ અધિકારી સાથે જવા ન ફરમાવવા અને તેમને અવરોધ ન કરવા બાબત
કોઇ ફરિયાદી કે સાક્ષી કોઇ ન્યાયાલયમાં જતો હોય ત્યારે તેને કોઇ પોલીસ અધિકારીની સાથે ત્યાં જવાનું ફરમાવી શકાશે નહી અથવા તેને બિન જરૂરી અવરોધ કે અગવડ કરી શકાશે નહી અથવા તેની હાજરી માટે તેના પોતાના મુચરકા સિવાયની કોઇ જામીનગીરી માંગી શકાશે નહી.
પરંતુ કોઇ ફરિયાદી કે સાક્ષી કલમ-૧૯૦માં ઠરાવ્યા પ્રમાણે હાજર થવાની અથવા મુચરકો આપવાની ના પાડે તો પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી તેને કસ્ટડી હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી શકશે અને મુચરકો ન આપે ત્યાં સુધી અથવા કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી તે મેજિસ્ટ્રેટ તેને કસ્ટડીમાં રાખી શકશે.
Copyright©2023 - HelpLaw