પોલીસ તપાસમાં કાયૅવાહીની ડાયરી - કલમ : 192

પોલીસ તપાસમાં કાયૅવાહીની ડાયરી

(૧) આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરનાર દરેક પોલીસ અધિકારીએ તેવી પોલીસ તપાસ અંગેની તેની કાયૅવાહી રોજબરોજ ડાયરીમાં નોંધી તેમા પોતાને ખબર મળ્યાનો સમય પોતે તેવી પોલીસ તપાસ શરૂ કયૅવાનો અને પૂરી કયૅવાનો સમય પોતે જઇ આવ્યા હોય તેવી જગ્યા અથવા જગ્યાઓ અને પોતાની પોલીસ તપાસમાં જણાવેલ સંજોગો દશૅવાવવા જોઇશે.

(૨) કલમ-૧૮૦ અન્વયે તપાસના ક્રમ દરમ્યાન સાક્ષીઓના નોંધવામાં આવેલ કથનો કેસ ડાયરીમાં દાખલ કરવાના રહેશે.

(૩) પેટા કલમ (૧) માં નિદિષ્ટ ડાયરી પાના નંબરો આપેલી પુસ્તક સ્વરૂપની રહેશે.

(૪) જેની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કોઇ ફોજદારી ન્યાયાલયમાં ચાલતી હોય તે કેસની પોલીસ ડાયરીઓ તે ન્યાયાલયને મોકલી શકશે અને એવી ડાયરીઓનો તે કેસમાં પુરાવા તરીકે નહી પરંતુ એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાં પોતાને મદદકતૅા થાય તે માટે ઉપયોગ કરી શકશે.

(૫) આરોપી કે તેના એજન્ટો એવી ડાયરીઓ મંગાવવા હકદાર થશે નહી તેમજ ન્યાયાલયે તે જોઇ છે એટલા જ કારણસર તે જોવાનો તેને કે તેના એજન્ટોને હકક રહેશે નહી પરંતુ જેણે તે ડાયરી લખી હોય તે પોલીસ અધિકારી પોતાની યાદદાસ્ત તાજી કરવા માટે તેમનો ઉપયોગ કરે અથવા તે પોલીસ અધિકારીને જુઠ્ઠો સાબિત કરવા માટે ન્યાયાલય તેમનો ઉપયોગ કરે તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ ની યથાપ્રસંગ કલમ-૧૪૮ અથવા કલમ-૧૬૪ ની જોગવાઇઓ લાગુ પડશે.