પોલીસ તપાસ પૂરી થયે પોલીસ અધિકારીનો રિપોટૅ - કલમ : 193

પોલીસ તપાસ પૂરી થયે પોલીસ અધિકારીનો રિપોટૅ

(૧) આ પ્રકરણ હેઠળની દરેક પોલીસ તપાસ બિન જરૂરી વિલંબ વિના પૂરી કરવી જોઇશે.

(૨) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો-૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૭૦, ૭૧ અથવા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ ૨૦૧૨ની કલમો-૪, ૬, ૮ અથવા કલમ-૧૦ હેઠળના ગુના સબંધી તપાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી દ્રારા માહિતી નોંધ્યાની તારીખથી ૨ મહિનાની અંદર પૂણૅ થવી જોઇશે.

(૩) (૧) તપાસ પૂરી થાય કે તરત પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ પોલીસ રીપોર્ટ ઉપરથી ગુનાની વિચારણા શર કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટને ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર સહિતના માધ્યમથી રાજય સરકાર નિયમોથી ઠરાવે તેવા નમૂનામાં નીચેની વિગતો જણાવતો રિપોર્ટ મોકલવો જોઇશે.

(એ) પક્ષકારોના નામ

(બી) ખબરનો પ્રકાર

(સી) કેસના સંજોગોથી માહિતગાર જણાય તે વ્યકિતઓના નામ (ડી) ગુનો થયો છે કે કેમ અને જો થયો હોય તો કોણે કર્યોૌ છે તે

(ઇ) આરોપીને પકડવામાં આવ્યો છે કે કેમ

(એફ) તેના મુચરકા કે જામીનખત ઉપર આરોપીને છોડેલ છે કેમ

(જી) કલમ-૧૯૦ હેઠળ આરોપીને કસ્ટડીમાં મોકલી આપેલ છે કે કેમ

(એચ) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો-૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૭૦ અથવા ૭૧ સબંધિત ગુના હેઠળની તપાસ હોય ત્યારે સ્ત્રીની મેડિકલ તપાસનો અહેવાલ સાથે જોડેલ છે કે કેમ

(૧) ઇલકટ્રોનિક સાધનના કિસ્સામાં કસ્ટડીનો ક્રમ

(૨) પોલીસ અધિકારી ૯૦ દિવસની અંદર ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહારનો માધ્યમ સહિતની કોઇપણ રીતે તપાસની પ્રગતિ વિશે માહિતી આપનાર કે ભોગ બનનારને જાણ કરશે.

(૩) ગુનો થયા અંગેની માહિતી જો કોઇ વ્યકિતએ પ્રથમ આપેલ હોય તો તેને તે અધિકારીએ પોતે લીધેલા પગલાની પણ રાજય સરકાર નિયમોથી ઠરાવે તેવી રીતે જાણ કરવી જોઇશે.

(૪) કલમ-૧૭૭ હેઠળ ઉપલા હરજજાના પોલીસ અધિકારી નિમવામાં આવેલ હોય તો રાજય સરકાર સામાન્ય કે ખાસ હુકમથી તે પ્રમાણે આદેશ આપે તો તે રિપોટૅ તે અધિકારી મારફત રજૂ કરવો જોઇશે અને મેજિસ્ટ્રેટનો હુકમ થતાં દરમ્યાન તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને વધુ પોલીસ તપાસ કરવા ફરમાવી શકશે.

(૫) જયારે પણ આ કલમ હેઠળ મોકલાયેલા રિપોટૅ ઉપરથી એમ જણાય કે આરોપીને તેણે આપેલા મુચરકા અથવા જામીનખત ઉપરથી છૂટો કરવામાં આવ્યો છે ત્યારે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તે મુચરકો અથવા જામીનખત રદ કરવાનો અથવા અન્યથા તેવો હુકમ કરશે. (૬) એવો રિપોટૅ જેને કલમ-૧૯૦ લાગુ પડતી હોય તે કેસ સબંધમાં હોય ત્યારે પોલીસ અધિકારીએ રિપોટૅ સાથે નીચેના કાગળો મેજીસ્ટ્રેટને મોકલવા જોઇશે.

(એ) પોલીસ તપાસ દરમ્યાન મેજિસ્ટ્રેટને મોકલી દીધેલ હોય તે સિવાયના જેના ઉપર ફરિયાદ પક્ષ આધાર રાખવા માગતો હોય તે તમામ દસ્તાવેજો કે તેમાંના સબંધિત ઉતારા

(બી) જે વ્યકિતઓને ફરિયાદ પક્ષ પોતાના સાક્ષી તરીકે તપાસવા માંગતો હોય તે તમામ વ્યકિતઓના કલમ-૧૮૦ હેઠળ નોંધલ કથનો

(૭) પોલીસ અધિકારીનો અભિપ્રાય એવો થાય કે આવા કોઇ કથનનો કોઇ ભાગ કાયૅવાહીની બાબતને લગતો નથી અથવા આરોપીને તેની જાણ કરવી ન્યાયના હિતમાં જરૂરી નથી અને લોકહિતમાં ઇષ્ટ પણ નથી તો તે કથનનો તે ભાગ તેણે નિર્દિષ્ટ કરવો જોઇશે અને આરોપીને આપવાની કથનની નકલોમાંથી તે ભાગ કાઢી નાખવા મેજીસ્ટ્રેટને વિનંતી કરતી અને એવી વિનંતી કરવાના પોતાના કારણો જણાવતી નોંધ જોડવી જોઇશે.

(૮) પેટા કલમ (૭) માં સમાવિષ્ટ જોગવાઇઓને આધીન રહીને કેસની તપાસ કરતા પોલીસ અધિકારીએ કલમ-૨૩૦ મુજબ જરૂરિયા પ્રમાણે આરોપીને આપવા માટે મેજિસ્ટ્રેટને અન્ય દસ્તાવેજો સહિત યોગ્ય રીતે યાદીબધ્ધ પોલીસ રિપોર્ટની જરૂર જણાય તેટલી નકલો પણ રજૂ કરવી જોઇશે. વધુમાં ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર દ્રારા રજૂ કરવામાં આવેલ રિપોટૅ અને અન્ય દસ્તાવેજો યોગ્ય રીતે બજાવવાનું ગણાશે.

(૯) પેટા કલમ (૩) હેઠળનો રિપોટૅ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યા પછી ગુનાના સબંધમાં વધુ પોલીસ તપાસ કરવાને આ કલમના કોઇપણ મજકૂરથી બાધ આવે છે તેમ ગણાશે નહી અને જયારે એવી પોલીસ તપાસ ઉપરથી પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને મૌખિક કે દસ્તાવેજી વધુ પુરાવા મળે ત્યારે તે રાજય સરકાર નિયમો દ્રારા ઠરાવે તેવા નમૂનામાં એવા વધુ પુરાવા સબંધી વધારાનો રીપોટૅ કે રિપોટૅ મેજિસ્ટ્રેટને મોકલશે અને પેટા કલમો (૩) થી (૮) ની જોગવાઇઓ પેટા કલમ (૩) હેઠળ મોકલેલ રિપોર્ટ સબંધમાં લાગુ પડે છે તેમ એવા રિપોર્ટ કે રિપોર્ટના સબંધમાં શકય હોય તેટલે અંશે લાગુ પડશે. વધુમાં કેસની ઇન્સાફી કાર્યવાહી કરનાર ન્યાયાલયની મંજૂરીથી ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન વધુ તપાસ માટેની મંજૂરી આપી શકાશે અને તે ૯૦ દિવસની અંદર પૂર્ણ કરવી જોઇશે જે ન્યાયાલયની મંજૂરી સાથે લંબાવી શકાશે