
પોલીસે આત્મહત્યા વગેરેની તપાસ કરીને રિપોટૅ કરવા બાબત
(૧) જયારે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને અથવા તે માટે રાજય સરકારે ખાસ સતા આપેલા કોઈ બીજા પોલીસ અધિકારીને કોઇ વ્યકિતએ આત્મહત્યા કરી છે અથવા તેને કોઇ અન્ય વ્યકિતએ અથવા કોઇ પ્રાણીએ મારી નાંખેલ છે અથવા કોઇ શસ્ત્રથી કે અકસ્માતથી તેનું મોત નીપજયુ છે અથવા કોઇ અન્ય વ્યકિતએ ગુનો કર્યા હોવાનો વાજબી શક આવે એવા સંજોગોમાં તે મૃત્યુ પામેલ છે એવી માહિતી મળે ત્યારે તેણે મૃત્યુ વિષયક તપાસ કરવાની સતા ધરાવતા નજીકમાં નજીકના એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને તેની તરત ખબર આપવી જોઇશે અને રાજય સરકારે કરેલા કોઇ નિયમથી અથવા જિલ્લા કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટના કોઇ સામાન્ય કે ખાસ હુકમથી અન્યથા આદેશ આપવામાં આવ્યો ન હોય તો મરનારની લાશ પડી હોય તે જગ્યાએ જઇને તેની પડોશના બે કે તેથી વધુ આબરૂદાર રહીશોની હાજરીમાં પોલીસ તપાસ કરીને મૃત્યુના દેખીતા કારણનો રિપોટૅ તૈયાર કરવો જોઇશે અને તે લાશમાં દેખાતા જખમો ભાંગેલ હાડા ઉઝરડા અને ઇજા થયાની બીજી નિશાનીઓની વિગતો જણાવવી જોઇશે અને જે રીતે અથવા જે શસ્ત્ર કે હથિયારથી એવી ઇજાઓ થઇ હોવાનું લાગતું હોય તે દર્શાવવું જોઇશે.
Copyright©2023 - HelpLaw