
વ્યકિતઓને બોલાવવાની સતા
(૧) કલમ-૧૯૪ હેઠળ કાયૅવાહી કરનાર પોલીસ અધિકારી ઉપયુકત બે કે તેથી વધુ વ્યકિતઓને અને કેસની હકીકતથી માહિતગાર જણાય તે અન્ય વ્યકિતને લેખિત હુકમ કરીને સદરહુ તપાસ માટે બોલાવી શકશે અને એ પ્રમાણે બોલાવાયેલ દરેક વ્યકિત હાજર રહેવા અને જે પ્રશ્નોના જવાબો આપવાથી પોતાના ઉપર ફોજદારી ગુનાનું ત્હોમત દંડ જે જપ્તી આવી પડે તે સિવાયના બીજા તમામ પ્રશ્નોના સાચા જવાબો આપવા બંધાયેલ રહેશે.
પરંતુ પંદર વષૅથી નીચેની ઉંમરના અથવા સાઇઠ વષૅથી વધુ ઉમરના પુરૂષ અથવા કોઇ સ્ત્રીને અથવા કોઇ માનસિક કે શારીરિક રીતે અશકત વ્યકિતને કે ગંભીર બિમારીવાળા વ્યકિતને તે વ્યકિતના રહેવાના સ્થળ સિવાયના બીજા કોઇ સ્થળે હાજર થવાનું ફરમાવી શકાશે નહી. વધુમાં જો તે વ્યકિત પોલીસ સ્ટેશન જવા ઇચ્છુક હોય તો તેવી વ્યકિતને તેમ કરવા માટે પરવાનગી આપી શકાશે.
(૨) જેન કલમ ૧૯૦ લાગુ પડતી હોય એવો પોલીસ અધીકારનો ગુનો થયો હોવાનું હકીકત ઉપરથી જણાય નહીં તો તે વ્યકિતઓને તે પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટના ન્યાયાલયમાં હાજર રહેવા ફરજ પાડી શકશે નહી.
Copyright©2023 - HelpLaw