મેજિસ્ટ્રેટે કરવાની મૃત્યુના કારણની તપાસ - કલમ : 196

મેજિસ્ટ્રેટે કરવાની મૃત્યુના કારણની તપાસ

(૧) કલમ-૧૯૪ ની પેટા કલમ (૩)ના ખંડ (૧) અથવા (૨) માં ઉલ્લેખેલ પ્રકારનો કેસ હોય તો મૃત્યુ વિષયક તપાસ કરવાની સતા ધરાવતા નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટે પોલીસ અધિકારીએ કરેલી તપાસને બદલે અથવા તે ઉપરાંત મૃત્યુના કારણની તપાસ કરવી જોઇશે અને કલમ-૧૯૪ ની પેટા કલમ (૧) માં જણાવેલા કોઇ કેસમાં તેવી સતા ધરાવતા મેજીસ્ટ્રેટ એવી તપાસ કરી શકશે અને તે તેમ કરે તો તેને કોઇ ગુનાની તપાસ કરવામાં જે સતા હોય તે તમામ સતા આ તપાસમાં તેને રહેશે.

(૨) જયારે

(એ) કોઇ વ્યકિત મૃત્યુ પામે અથવા ખોવાઇ જાય અથવા

(બી) કોઇ સ્ત્રી ઉપર બળાત્કાર કયૅવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય આવી વ્યકિત અથવા સ્ત્રી પોલીસની કસ્ટડીમાં હોય અથવા આ સંહિતા હેઠળ મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય દ્રારા અધિકૃત કરવામાં આવેલ અન્ય કોઇ કસ્ટડી હેઠળ હોય ત્યારે પોલીસ દ્રારા કરવામાં આવેલ પૂછપરછ કે તપાસથી અતિરિકત તપાસ જેની સ્થાનિક હકૂમતની અંદર ગુનો થયેલ હોય તેવા મેજિસ્ટ્રેટ દ્રારા કરવામાં આવશે.

(૩) એવી તપાસ કરનાર મેજિસ્ટ્રેટ કેસના સંજોગો અનુસાર આ સંહિતામાં હવે પછી ઠરાવેલી કોઇપણ રીતે તે તપાસ સંબંધમાં પોતે લીધેલા પુરાવાની લેખિત નોંધ કરશે.

(૪) જેની લાશ દાટી દેવામાં આવી હોય તે વ્યકિતના મૃત્યુના કારણ શોધી કાઢવા માટે તેની લાશની તપાસ કરવાનું જયારે પણ ઇષ્ટ જણાય ત્યારે મેજિસ્ટ્રેટ શબને બહાર કઢાવી તેની તપાસ કરાવી શકશે.

(૫) આ કલમ હેઠળ તપાસ હાથ ધરવાની હોય ત્યારે મેજિસ્ટ્રેટે વ્યવહાયૅ હોય ત્યારે જેના નામ અને સરનામા જાણીતા હોય તેવા મરહુમના સગાને જાણ કરવી જોઇશે અને તેમને તપાસ દરમ્યાન હાજર રહેવાની છૂટ આપવી જોઇશે.

(૬) પેટા કલમ (૨) હેઠળ પૂછપરછ કે તપાસ કરનાર મેજિસ્ટ્રેટ અથવા એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી ૨૪ કલાકની અંદર મૃત્યુ પામનાર વ્યકિતનો મૃતદેહ પરીક્ષણ થાય તે હેતુસર નજીકના સિવિલ સજૅન અથવા આ અર્થે રાજય સરકાર દ્રારા નિયુકત કરાયેલ લાયકાત ધરાવતી અન્ય કોઇ તબીબી વ્યકિતને મોકલશે સિવાય કે જો તેમ કરવું શકય ન હોય તો તે માટેના કારણો લેખિતમાં નોંધવા જોઇશે.

સ્પષ્ટીકરણ.- આ કલમમાં સગું એટલે મા બાપ સંતાનો ભાઇઓ બહેનો અને લગ્ન સાથી