
તપાસ કે ઇન્સાફી કાયૅવાહીનું સ્થળ
(એ) જુદા જુદા સ્થાનિક વિસ્તારો પૈકી કયાં વિસ્તારમાં ગુનો થયો છે તે અનિશ્ર્વિત હોય ત્યારે
(બી) ગુનો અંશતઃ એક સ્થાનિક વિસ્તારમાં અને અંશતઃ બીજા સ્થાનિક વિસ્તારમાં કરવામાં આવે ત્યારે અથવા
(સી) ગુનો ચાલુ રહે તેવો હોય અને એક કરતા વધુ સ્થાનિક વિસ્તારોમાં તે કરવાનું ચાલુ રહે ત્યારે અથવા
(ડી) જુદા જુદા સ્થાનિક વિસ્તારોમાં કરેલા એકથી વધુ કૃત્યો મળીને ગુનો બનતો હોય ત્યારે એવા સ્થાનિક વિસ્તારો પૈકીના ગમે તે એક વિસ્તાર ઉપર હકૂમત ધરાવતું ન્યાયાલય તે સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.
Copyright©2023 - HelpLaw