બીજા ગુના સાથેના સબંધને કારણે કોઇ કૃત્ય ગુનો બને ત્યારે ઇન્સાફી કાયૅવાહીનું સ્થળ - કલમ : 200

બીજા ગુના સાથેના સબંધને કારણે કોઇ કૃત્ય ગુનો બને ત્યારે ઇન્સાફી કાયૅવાહીનું સ્થળ

જયારે કોઇ કૃત્ય કોઇ બીજા ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલું અથવા કૃત્ય કરનાર ગુના માટે જવાબદાર ઠરી શકે એવું હોય તેમ હોત તો ગુનો બને એવા બીજા કૃત્ય સાથે સંકળાયેલું હોવાના કારણે ગુનો બનતું હોય ત્યારે પ્રથમ જણાવેલા ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે ન્યાયાલયની હકૂમતમાં આ બેમાંથી ગમે તે કૃત્ય થયું હોય તે ન્યાયાલય કરી શકશે.