
ઇલકેટ્રોનિક સંદેશા વ્યવહાર પત્રો વગેરે દ્રારા કરેલા ગુનાઓ
(૧) કોઇ ઠગાઇવાળા ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જો તે છેતરપિંડી ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર અથવા પત્ર કે યાંત્રિક સંદેશાથી કરવામાં આવેલ હોય તો જે ન્યાયાલયની સ્થાનિક હકૂમતમાં તે ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર કે પત્ર કે સંદેશો મોકલાયેલ હોય કે મેળેલ હોય તે ન્યાયાલય કરી શકશે અને ઠગાઇ એને બદદાનતથી મિલકત આપી દેવા લલચાવવાના કોઇ ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે ન્યાયાલયની સ્થાનિક હકૂમતમાં છેતરાનાર વ્યકિતએ મિલકત આપેલ હોય અથવા આરોપીએ મેળવેલ હોય તે ન્યાયાલય કરી શકશે.
(૨) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૮૨ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુના સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જે ન્યાયાલયની સ્થાનિક હકૂમતમાં ગુનો બન્યો હોય અથવા ગુનેગારના પહેલા લગ્ન વખતના લગ્નસાથી સાથે તે છેલ્લે રહેલો હોય અથવા પ્રથમ લગ્ન કરેલી પત્નીએ ગુનો કયૅા પછી કાયમી રહેઠાણ લીધું હોય તે ન્યાયાલય કરી શકશે.
Copyright©2023 - HelpLaw