
જેની એક સાથે ઇન્સાફી કાયૅવાહી થઇ શકે તે ગુના સબંધી ઇન્સાફી કાયૅવાહીનું સ્થળ
નીચે જણાવેલ સંજોગોમાં જયારે કોઇ ગુના સબંધી આરોપીઓના ત્હોમત અંગેની ઇન્સાફી કાયૅવાહી એક સાથે થઇ શકે તેમ હોય ત્યારે તે ગુના પૈકીના કોઇ ગુના સબંધમાં જેને હકૂમત હોય તે ન્યાયાલય તે સબંધી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.
(એ) કોઇ વ્યકિતએ કરેલા ગુના એવા હોય કે કલમ-૨૪૨, કલમ-૨૪૩ કે કલમ-૨૪૪ ની જોગવાઇઓની રૂએ એવા દરેક ગુના અંગે એક જ ઇન્સાફી કાયૅવાહીમાં તેના ઉપર ત્હોમત મૂકી શકાય અને તેવી કાયૅવાહી કરી શકાય તેમ હોય અથવા
(બી) અલગ અલગ વ્યકિતઓએ કરેલો ગુનો કે ગુના એવા હોય કે કલમ-૨૪૬ ની જોગવાઇઓની રૂએ તેમના ઉપર એક સાથે ત્હોમત મુકી શકાય અને ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેમ હોય.
Copyright©2023 - HelpLaw