
જુદા સેશનસ વિભાગોમાં કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવાનો હુકમ કરવાની સતા
આ પ્રકરણની ઉપરની જોગવાઇઓમાં ગમે તે મજકૂર હોય તે છતા રાજય સરકાર કોઇ જિલ્લામાં ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ થયેલા કોઇ કેસ કે વગૅના કેસોની ઇન્સાફી કાયૅવાહી કોઇ સેશન્સ વિભાગમાં કરવાનો આદેશ આપી શકશે.
પરંતુ સંવિધાન કે આ સંહિતા હેઠળ કે તે સમયે અમલમાં હોત તેવા બીજા કોઇ કાયદા હેઠળ ઉચ્ચન્યાયાલય કે ઉચ્ચતમ ન્યાયાલયે અગાઉ આપેલા કોઇપણ આદેશથી તેવો આદેશ વિરૂધ્ધ હોઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw