
શંકા હોય ત્યાં કયા જિલ્લામાં તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવી તે ઉચ્ચનયાયાલયે નકકી કરવા બાબત
એક જ ગુનાની વિચારણા બે કે વધુ ન્યાયાલયોએ હાથ ધરી હોય અને તેમાંના કયાં ન્યાયાલયે તે ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇએ એવો પ્રશ્ન ઊભો થાય ત્યારે તે પ્રશ્નનો નિણૅય નીચે જણાવ્યા પ્રમાણેના ઉચ્ચન્યાયાલયો કરશે અને તેમ થયે તે ગુના સબંધી બીજી તમામ કાયૅવાહી બંધ કરવામાં આવશે.
(એ) તે ન્યાયાલયો એક જ ઉચ્ચન્યાયાલયની સતા નીચે હોય તો તે ઉચ્ચન્યાયાલય
(બી) તે ન્યાયાલયો એક જ ઉચ્ચન્યાયાલયની સતા નીચે ન હોય તો જેની ફોજદારી અપીલી હકૂમતની સ્થાનિક હદમાં કાયૅવાહી પ્રથમ શરૂ કરવામાં આવી હોય તે ઉચ્ચન્યાયાલય
Copyright©2023 - HelpLaw