
સ્થાનિક હકૂમતની બહાર કરેલા ગુના માટે સમન્સ કે વોરંટ કાઢવાની સતા
(૧) પહેલા વગૅના મેજિસ્ટ્રેટને એમ માનવાને કારણ હોય કે પોતાની સ્થાનિક હકૂમતની હદમાં છે તે વ્યકિતએ એવી હદની બહાર એવો ગુનો કયૅા છે કે જેની તપાસના (ભારતની અંદરના કે બહારના) સ્થળે ઇન્સાફી કાયૅવાહીની કલમ-૧૯૭ થી ૨૦૫ (બંને સહિત) ની જોગવાઇઓ હેઠળ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળ પોતાની સ્થાનિક હકૂમતમાં થઇ શકે તેમ છે ત્યારે તે ગુનો એવી સ્થાનિક હકૂમતમાં થયો હોય એમ ગણીને મેજિસ્ટ્રેટ તેની તપાસ કરી શકશે અને આ સંહિતામાં અગાઉ ઠરાવેલી રીતે તે વ્યકિતને પોતાની સમક્ષ હાજર થવાની ફરજ પાડી શકશે અને આ સંહિતામાં અગાઉ ઠરાવેલી રીતે તે વ્યકીતને પોતાની સમક્ષ હાજર થવાની ફરજ પાડી શકશે અને તે ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવાની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ તેને મોકલી શકશે અથવા એવો ગુનો મોતની કે આજીવન કેદની શિક્ષાને પાત્ર ન હોય તો અને આ કલમ હેઠળ કામ કરતા મેજિસ્ટ્રેટને સંતોષ થાય તેવો મુચરકો આપવા તે રાજી અને તૈયાર હોય તો એવી હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટની સમક્ષ તેની હાજરી માટે મુચરકો અથવા જામીનખત લઇ શકશે.
(૨) એવી હકૂમત ધરાવતા એકથી વધુ મેજિસ્ટ્રેટો હોય અને તે વ્યકિતને કયાં મેજિસ્ટ્રેટ પાસે મોકલવાનું અથવા કયાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા તેનો મુચરકો લેવાનું યોગ્ય છે તે આ કલમ હેઠળ પગલા લેતા મેજિસ્ટ્રેટ નકકી ન કરી શકે તો આદેશ મેળવવા માટે કેસ ઉચ્ચન્યાાયલયને મોકલવો જોઇશે.
Copyright©2023 - HelpLaw