ભારત બહાર કરેલો ગુનો
જયારે ભારત બહાર
(એ) ભારતનો કોઇ નાગરીક મધદરિયે અન્યત્ર અથવા
(બી) ઉપયુકત નાગરિક ન હોય તે કોઇ વ્યકિત ભારતમાં નોંધાયેલ વહાણ કે વિમાનમાં કોઇ ગુનો કરે ત્યારે ભારતમાં જે સ્થળે તે મળી આવે અથવા ભારતમાં જયાં ગુનો નોંધાયેલ હોય તે સ્થળે તેણે તે ગુનો કયૅ। હોય એ રીતે તેના સબંધમાં તેની સામે કાયૅવાહી કરી શકાશે.
પરંતુ આ પ્રકરણની અગાઉની કોઇ કલમમાં ગમે તે મજકૂર હોય તે છતાં કેન્દ્ર સરકારની પૂવૅમંજુરી સિવાય એવા ગુનાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી ભારતમાં થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw