ભારત બહાર કરેલા ગુનાને લગતો પુરાવો સ્વીકારવા બાબત - કલમ : 209

ભારત બહાર કરેલા ગુનાને લગતો પુરાવો સ્વીકારવા બાબત

ભારત બહારના પ્રદેશમાં થયેલો હોવાનો આક્ષેપ હોય તે ગુનાની કલમ-૨૦૮ની જોગવાઇઓ હેઠળ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી થઇ રહેલ હોય ત્યારે કેન્દ્ર સરકાર પોતાને યોગ્ય લાગે તો એવો આદેશ આપી શકશે કે તે પ્રદેશમાંના કે તે માટેના ન્યાયિક અધિકારી સમક્ષ અથવા તે પ્રદેશમાંના કે તે માટેના ડિપ્લોમેટીક કે કોન્સ્યુલર પ્રતીનિધિ સમક્ષ કાં તો રૂબરૂ અથવા તો ઇલેકટ્રોનિક સ્વરૂપે અપાયેલ જુબાની કે રજૂ થયેલા દસ્તાવેજો જેને લગતા હોય તે બાબતો અંગે પુરાવો લેવા માટે જયારે એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરનાર ન્યાયાલય કમિશન કાઢી શકતું હોય ત્યારે ન્યાયાલયે એવી જુબાનીની કે રજૂ થયેલા દસ્તાવેજોની નકલો પુરાવા તરીકે સ્વીકારવી જોઇશે.