મેજિસ્ટ્રેટોએ ગુના અંગે વિચારણા કરવા બાબત - કલમ : 210

મેજિસ્ટ્રેટોએ ગુના અંગે વિચારણા કરવા બાબત

(૧) આ પ્રકરણની જોગવાઇઓને અધીન રહીને પેહલા વગૅના કોઇપણ મેજિસ્ટ્રેટ અને પેટા કલમ (૨) હેઠળ આ અથૅ જેને ખાસ અધિકાર અપાયેલ હોય તે બીજા વગૅના કોઇ મેજિસ્ટ્રેટ નીચેનાને આધારે કોઇ ગુનાની વિચારણા શરૂ કરી શકશે

(એ) જેનાથી તે ગુનો બનતા હોય તેવી હકીકતોની ફરિયાદ મળ્યેથી જેમાં કોઇ ખાસ કાયદા હેઠળ અધિકૃત વ્યકિત દ્રાશરા દાખલ કરવામાં આવેલી કોઇ ફરિયાદનો સમાવેશ થાય છે.

(બી) એવી હકીકતોના પોલીસ રિપોટૅ (ઇલેકટ્રોનિક સ્વરૂપ સહિતનો કોઇપણ સ્વરૂપમાં રજૂ થયેલ) ઉપરથી

(સી) એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલી માહિતી ઉપરથી અથવા પોતાની સજા ઉપરથી

(૨) ચફી જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાની તપાસ કે ઇન્સાફી કાયૅવાહીની સતા હેઠળના ગુનાઓની વિચારણા કરવાની સતા પેટા કલમ (૧) હેઠળ કોઇ બીજા વગૅના મેજિસ્ટ્રેટને સોંપી શકશે