આરોપીની અરજી ઉપરથી કેસ અન્યત્ર મોકલવા બાબત - કલમ : 211

આરોપીની અરજી ઉપરથી કેસ અન્યત્ર મોકલવા બાબત

કલમ-૨૧૦ની પેટા કલમ (૧) ના ખંડ (સી) હેઠળ કોઇ મેજિસ્ટ્રેટ ગુનાની વિચારણા શરૂ કરે ત્યારે કંઇ પુરાવો લેવામાં આવે તે પહેલા આરોપીને જણાવવું જોઇશે કે કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી બીજા મેજિસ્ટ્રેટ પાસે કરાવવાનો તેને હકક છે અને આરોપી અથવા એકથી વધુ આરોપી હોય તો તેમાંનો કોઇ વિચારણા શરૂ કરનાર મેજિસ્ટ્રેટ પાસે કાયૅવાહી આગળ ચાલવા સામે વાંધો લે તો તે કેસ આ અથૅ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ નિર્દિષ્ટ કરે તેવા બીજા મેજિસ્ટ્રેટને સોંપવો જોઇશે.