મેજિસ્ટ્રેટોને કેસો સોંપવા બાબત - કલમ : 212

મેજિસ્ટ્રેટોને કેસો સોંપવા બાબત

(૧) કોઇપણ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ગુનાની વિચારણા શરૂ કયૅા પછી પોતાની સતા નીચેના કોઇપણ હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી માટે કેસ સોંપી શકશે.

(૨) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે આ અથૅ જેને અધિકાર આપેલ હોય તે પહેલા વગૅના કોઇપણ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ગુનાની વિચારણા શરૂ કયૅા પછી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સામાન્ય કે ખાસ હુકમથી નિર્દિષ્ટ કરે તે બીજા હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી માટે કેસ સોંપી શકશે અને તેમ થયે તે મેજિસ્ટ્રેટ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.