રાજય સેવકોને કાયદેસરના અધિકારના તિરસ્કાર જાહેર ન્યાય વિરૂધ્ધના ગુના અને પુરાવામાં આપેલા દસ્તાવેજો સબંધી ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત - કલમ : 215

રાજય સેવકોને કાયદેસરના અધિકારના તિરસ્કાર જાહેર ન્યાય વિરૂધ્ધના ગુના અને પુરાવામાં આપેલા દસ્તાવેજો સબંધી ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત

(૧) કોઇપણ ન્યાયાલય

(એ) સબંધિત રાજય સેવકની અથવા તે વહીવટી હેતુઓ માટે જેની સતા નીચે હોય તે બીજા કોઇ રાજય સેવકની કે સબંધિત રાજયસેવક દ્રારા તેમ કરવા માટે અધિકૃત કરાયેલ કોઇ અન્ય રાજય સેવકની લેખિત ફરિયાદ સિવાય

(૧) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો ૨૦૬ થી ૨૨૩ (બંને સહિત પણ કલમ-૨૦૯ સિવાય) હેઠળ શિક્ષાપાત્ર કોઈ ગુનાની અથવા

(૨) એવા ગુનાના કોઇ દુષ્પ્રરણની અથવા તે કરવાની કોશિશની અથવા

(૩) એવો ગુનો કરવા માટેના કોઇપણ ગુનાહિત કાવતરાની

(બી) (૧) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની નીચેની કલમો એટલે કે કલમો-૨૨૯ થી ૨૩૩ (બંને સહિત) ૨૬, ૨૩૭, ૨૪૨ થી ૨૪૮ (બંને સહિત) અને ૨૬૭ પૈકી કોઇ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કોઇ ન્યાયાલયની કાર્યવાહીમાં અથવા તેના સબંધમાં થયાનું કહેવાતું હોય ત્યારે એવા ગુનાની અથવા

(૨) સદરહુ સંહિતાની કલમ-૩૩૬ ની પેટા કલમ (૧)માં વર્ણવેલો અથવા કલમ-૩૪૦ની પેટા કલમ (૨) અથવા કલમ-૩૪૨ હેઠળ શિક્ષાપાત્ર ગુનો જયારે કોઇ ન્યાયાલયની કાર્યવાહીમાં પુરાવામાં રજૂ કરેલા કે આપેલા દસ્તાવેજના સબંધમાં કર્યું જવાનું કહેવાતું હોય ત્યારે તેવા ગુનાની અથવા

(૩) પેટા ખંડ (૧) કે પેટા ખંડ (૨)માં નિર્દિષ્ટ કરેલ કોઇ ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરાની અથવા ગુનાની કોશિશ કે દુષ્મેરણની તે ન્યાયાલયની અથવા તે ન્યાયાલય દ્રારા આ અર્થે લેખિતમાં અધિકૃત કરવામાં આવે એવા ન્યાયાલયના અધિકારીની અથવા તે ન્યાયાલય જે બીજા ન્યાયાલયની સતા નીચે હોય તે ન્યાયાલયની લેખિત ફરિયાદ સિવાય વિચારણા કરી શકશે નહી.

(૨) પેટા કલમ (૧) ના ખંડ (એ) હેઠળ રાજય સેવકે અથવા તેના દ્રારા તેમ કરવા માટે અધિકૃત કરાયેલ કોઇ અન્ય રાજય સેવકે ફરિયાદ કરી હોય ત્યારે તે વહીવટી હેતુઓ માટે જેની નીચે હોય તે સતાધિકારી અથવા તેવા રાજય સેવકને અધિકૃત કરનાર હોય તે ફરિયાદ પાછી ખેંચવાનો હુકમ કરી શકશે અને તેવા હુકમની એક નકલ ન્યાયાલયને મોકલી શકશે અને ન્યાયાલયને તે મળ્યા બાદ તે ફરિયાદ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી શકાશે નહી. પરંતુ પ્રથમ કાર્યવાહી શરૂ કરનાર ન્યાયાલયે તેની ઇન્સાફી કાર્યવાહી પૂરી કરી હોય તો એવી ફરિયાદ પાછી ખેંચવાનો હુકમ કરી શકાશે નહી.

(૩) પેટા કલમ (૧)ના ખંડ (બી)માં ન્યાયાલય એટલે દીવાની મહેસુલી કે ફોજદારી ન્યાયાલય અને તેમાં કેન્દ્રના કે રાજયના અધિનિયમથી કે તેની હેઠળ રચાયેલ ટ્રિબ્યુનલને અધિનિયમથી આ કલમના હેતુઓ માટે ન્યાયાલય તરીકે જાહેર કરેલા હોય તો તેનો સમાવેશ થાય છે.

(૪) પેટા કલમ (૧) ના ખંડ (બી) ના હેતુઓ માટે કોઇ ન્યાયાલય તેના અપીલપાત્ર હુકમનામા કે સજા ઉપર સામાન્ય રીતે જે ન્યાયાલયમાં અપીલ કરી શકાય તે ન્યાયાલયની સતા નીચે હોવાનું ગણાશે અથવા જેના હુકમનામા ઉપર સામાન્ય રીતે અપીલ ન થઇ શકતી હોય તેવું દીવાની ન્યાયાલય સાધારણ અવલ દાવાની હકૂમત ધરાવતા જે મુખ્ય ન્યાયાલયની સ્થાનિક હકૂમતમાં તે દિવાની ન્યાયાલય આવેલું હોય તે ન્યાયાલયની સતા નીચે હોવાનું ગણાશે. પરંતુ

(એ) અપીલ એક કરતા વધુ ન્યાયાલયમાં થઇ શકતી હોય તો સદરહુ ન્યાયાલય સૌથી ઉતરતી હકૂમતવાળા અપીલ ન્યાયાલયની સતા નીચે હોવાનું ગણાશે.

(બી) અપીલ કોઇ દીવાની તેમજ મહેસુલી નયાયાલયમાં પણ કરી શકાતી હોય તો સદરહુ ન્યાયાલય જેના સબંધમાં ગુનો કર્યાનું કહેવાતું હોય તે કેસ કે કાર્યવાહીના પ્રકાર અનુસાર તે દીવાની કે મહેસુલી ન્યાયાલયની સતા નીચે હોવાનું ગણાશે.