રાજય વિરૂધ્ધના ગુના માટે અને એવો ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરા માટે ફોજદારી કામ ચલાવવા બાબત
(૧) કોઇપણ ન્યાયાલય કેન્દ્ર સરકાર કે રાજય સરકારની પૂવૅમંજૂરી સિવાય નીચેના માટે વિચારણા કશી શકશે નહી.
(એ) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ના પરકરણ-૭ હેઠળ અથવા કલમ-૧૯૬ કલમ-૨૯૯ કે કલમ-૩૫૩ ની પેટા કલમ (૧) હેઠળ શિક્ષાપાત્ર ગુના અથવા
(બી) એવો ગુનો કરવા માટેનું ગુનાહિત કાવતરૂ અથવા
(સી) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૪૭માં વર્ણવ્યા પ્રમાણેનું તેવુ કોઇપણ દુષ્પ્રરણ
(૨) કોઇપણ ન્યાયાલયથી કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારની અથવા જિલ્લા મેજિસ્ટ્રેટની પૂવૅમંજૂરી સિવાય
(એ) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૯૭ અથવા કલમ-૩૫૩ની પેટા કલમ (૨) અથવા પેટા કલમ (૩) હેઠળ શિક્ષાપાત્ર કોઇપણ ગુનાની અથવા
(બી) એવો ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરાની વિચારણા કરી શકાશે નહી.
(૩) મોતની આજીવન કેદની અથવા બે વષૅ કે તેથી વધુ મુદતની સખત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરા સિવાયના ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૧ ની પેટા કલમ (૨) હેઠળ શિક્ષાપાત્ર કોઇપણ ગુનાહિત કાવતરાના ગુનાની વિચારણા રાજય સરકારે કે જિલ્લા મેજિસ્ટ્રેટ કાયૅવાહી શરૂ કરવાની લેખિત સંમતિ આપી હોય તે સિવાય કોઇ ન્યાયાલય કરી શકશે નહી. પરંતુ તે ગુનાહિત કાવતરાને કલમ-૨૧૫ની જોગવાઇઓ લાગુ પડતી હોય તો એવી સંમતિની જરૂર રહેશે નહી.
(૪) કેન્દ્ર સરકાર કે રાજય સરકાર પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) હેઠળ મંજૂરી આપતા પહેલાં અને જિલ્લા મેજિસ્ટ્રેટ પેટા કલમ (૨) હેઠળ સંમતિ આપતા પહેલા અને રાજય સરકાર કે જિલ્લા મેજિસ્ટ્રેટ પેટા કલમ (૩) હેઠળ સંમતિ આપતા પહેલા ઇન્સ્પેકટરથી ઉતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારીએ પ્રાથમિક તપાસ કરવી એવો હુકમ કરી શકશે અને તે પ્રમાણે હુકમ થાય તો તેવા પોલીસ અધિકારીને કલમ-૧૭૪ ની પેટા કલમ (૩) માં ઉલ્લેખાયેલ સતા રહેશે.
Copyright©2023 - HelpLaw