
જજો અને રાજય સેવકો સામે ફોજદારી કામ ચલાવવા બાબત
(૧) સરકારથી જ કે તેની મંજૂરીથી જે હોદ્દા ઉપરથી દુર કરી શકાય એવા હાલના કે માજી ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ અથવા કોઇ રાજય સેવક ઉપર પોતાના હોદ્દાની ફરજ બજાવતી વખતે અથવા બજાવતા હોવાનું અભિપ્રેત હોય તે વખતે તેણે કયૅવાનું કહેવાતું હોય તેવા કોઇ ગુનાનો આરોપ મૂકાય ત્યારે લોકપાલ અને લોકાયુકત અધિનિયમ ૨૦૧૩ માં ઠરાવેલ હોય તે સિવાય નીચે જણાવ્યા પ્રમાણેની પૂવૅમંજૂરી વિના કોઇ ન્યાયાલય ગુનાની વિચારણા કરી શકશે નહી.
(એ) સંઘના કામકાજ અંગે યથાપ્રસંગ નોકરીમાં હોય અથવા કહેવાતો ગુનો થયાના સમયે નોકરીમાં હોય તે વ્યકિતની બાબતમાં કેન્દ્ર સરકારની પૂવૅમંજૂરી
(બી) રાજયના કામકાજના અંગે યથાપ્રસંગ નોકરીમાં હોય અથવા કહેવાતો ગુનો થયાના સમયે નોકરીમાં હોય તે વ્યકિતની બાબતમાં રાજય સરકારની પુવૅમંજૂરી પરંતુ જયારે કહેવાતો ગુનો ખંડ (બી)માં નિર્દિષ્ટ કરેલ કોઇ વ્યકિત દ્રારા એવા સમય દરમ્યાન કરવામાં આવ્યો હોય કે જયારે રાજયમાં સંવિધાનના અનુચ્છેદ ૩૫૬ના ખંડ (૧) હેઠળનું જાહેરનામું અમલમાં હોય ત્યાં ખંડ (બી) એ પ્રમાણે લાગુ પડશે કે તેમાં સમાવીષ્ટ શબ્દ રાજય સરકાર ના બદલે કેન્દ્રીય સરકાર શબ્દ લાગુ પડશે.
વધુમાં આવી સરકાર મંજૂરી માટે વિનંતી મળ્યાની તારીખથી ૧૨૦ દિવસની મુદતની અંદર કોઇ નિણૅય લેશે અને એવું કરવામાં નિષ્ફળ જાય તો એવા કિસ્સામાં મંજૂરી આવી સરકાર દ્રારા મળી ગયા હોવાનું માનવામાં આવશે. મળી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૯૭, કલમ-૬૩, કલમ-૬૬, કલમ-૬૮, કલમ-૭૦, કલમ-૭૪, કલમ-૭૫, કલમ-૭૬, કલમ-૭૭, કલમ-૧૪૧ અથવા કલમ-૩૫૧ અન્વયે કોઇ ગુનો કરેલ હોવા માટેનો આરોપ મુકવામાં આવેલ હોય તેવા જાહેર સેવકના કિસ્સામાં કોઇ પૂવૅમંજૂરી મેળવવાની જરૂરિયાત રહેશે નહી.
(૨) સંઘના સશસત્ર દળના કોઇપણ સભ્યે પોતાના હોદ્દાની ફરજ બજાવતી વખતે અથવા બજાવવાનું અભિપ્રેત હોય તે વખતે કયૅકાનું કહેવાતું હોય તેવા ગુનાની કેન્દ્ર સરકારની પૂવૅમંજૂરી વિના કોઇ ન્યાયાલય વિચારણા શરૂ કરી શકશે નહી.
(૩) રાજય સરકાર જાહેરનામાથી એવો આદેશ આપી શકશે કે તેમા નિદિષ્ટ કરવામાં આવે તે વગૅ કે પ્રકારના દળોની જાહેર વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર સભ્યોને તેઓ ગમે ત્યાં નોકરી કરતા હોય તે છતા પેટા કલમ (૨) ની જોગવાઇઓ લાગુ પડશે અને તેવા આદેશ અપાય એટલે તે પેટા કલમની જોગવાઇઓ તેમા આવતા કેન્દ્ર સરકાર એ શબ્દોને બદલે રાજય સરકાર એ શબ્દો મૂકયા હોય તેમ લાગુ પડશે.
(૪) પેટા કલમ (૩)માં ગમે તે મજૂર હોય તે છતા કોઇપણ ન્યાયાલય એવા ગુનાની વિચારણા નહી કરે કે જયારે કહેવાતો ગુનો એવા દળોના સભ્યો દ્રારા કરવામાં આવ્યો હોય કે જેમને રાજયમાં લોકવ્યવસ્થા સંભાળવાનો કાયૅભાર એવા સમયે સોંપવામાં આવ્યો હોય કે જયારે રાજયમાં સંવિધાનના અનુચ્છેદ-૩૫૬ના ખંડ (૧) હેઠળનુ જાહેરનામું અમલમાં હતુ સિવાય કેન્દ્ર સરકારની પૂવૅમંજૂરીથી જ કરશે અન્યથા નહી.
(૫) એવા જજ મેજિસ્ટ્રેટ કે રાજય સેવક સામે કયાં ગુના કે ગુનાઓનું ફોજદારી કામ કોણે અને કઇ રીતે ચલાવવું તેનો કેન્દ્ર સરકાર કે રાજય સરકાર નિર્ણય કરી શકશે અને કયાં ન્યાયાલય સમક્ષ ઇન્સાફી કાયૅવાહી કરવી તે નિદિષ્ટ કરી શકશે.
Copyright©2023 - HelpLaw