ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫ હેઠળના ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત - કલમ : 220

ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫ હેઠળના ગુના માટે ફોજદારી કામ ચલાવવા બાબત

જે હકીકતોથી તે ગુનો બનતો હોય તે હકીકતોના પોલીસ રિપોટૅ ઉપરથી અથવા ગુનાનો ભોગ બનેલી વ્યકિતની અથવા તેણીના પિતા, માતા, ભાઇ, બહેન અથવા તેના કાકા અથવા ફોઇ અથવા મામા અથવા માસીની અથવા ન્યાયાલયની રજાથી તેણીની સાથે લોહી, લગ્ન અથવા દતક વીધાનથી સબંધ ધરાવતી અન્ય કોઇ વ્યકિતની ફરિયાદ ઉપરથી હોય તે સિવાય ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૮૫ હેઠળ શિક્ષાપાત્ર ગુનાની કોઇ ન્યાયાલયથી વિચારણા શરૂ કરી શકાશે નહી.