ગુનાની ન્યાયિક નોંધ લેવા બાબત - કલમ : 221

ગુનાની ન્યાયિક નોંધ લેવા બાબત

જયારે વ્યકિતઓ લગ્નના સબંધમાં હોય ત્યારે પતિની સામે પત્ની દ્રારા દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં જણાવેલ જે તથ્યોના આધારે તે ગુનો બનતો હોય તેવા તથ્યો અંગે પ્રથમદશૅનીય રીતે સંતુષ્ટિ થાય તે સિવાય ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૬૭ હેઠળ શિક્ષાને પાત્ર ગુનાની ન્યાયિક નોંધ કોઇપણ ન્યાયાલય લઇ શકશે નહી.