બદનક્ષી માટે ફોજદારી કાયૅવાહી - કલમ : 222

બદનક્ષી માટે ફોજદારી કાયૅવાહી

(૧) ગુનાનો ભોગ બનેલ કોઇ વ્યકિતએ કરેલી ફરિયાદ ઉપરથી હોય તે સિવાય ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫૬ હેઠળ શિક્ષાપાત્ર ગુનાની કોઇ ન્યાયાલય વિચારણા કરી શકશે નહી પરંતુ તે વ્યકિત બાળક હોય અથવા અસ્થિર મગજની હોય અથવા બૌધ્ધિક અસક્ષમતા ધરાવતો હોય અથવા માંદગી કે અશકિતના કારણે ફરિયાદ કરી શકે તેમ ન હોય અથવા તે એવી સ્ત્રી હોય કે જેને સ્થાનિક રીત રિવાજ અનુસાર જાહેરમાં હાજર થવાની ફરજ પાડવી ન જોઇએ તો ન્યાયાલયની પરવાનગીથી અન્ય કોઇ વ્યકિત કે તેણીના વતી ફરિયાદ કરી શકશે.

(૨) આ સંહિતામાં ગમે તે મજકૂર હોય તે છતા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫૬ હેઠળ આવતો કોઇ ગુનો ગુનો થતી વખતે ભારતના રાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોઇ રાજયના રાજયપાલ સંઘ પ્રદેશના વહીવટકતૅ | અથવા સંઘના કે રાજયના કે સંઘ પ્રદેશના મંત્રી અથવા સંઘ કે રાજયના કામકાજ સબંધમાં નોકરી કરતો બીજો કોઇ રાજય સેવક હોય તે વ્યકિત સામે તેના જાહેર કાર્યો બજાવતી વખતના તેના વતૅન અંગે કયૅલાનું કહેવાતું હોય ત્યારે સેશન્સ ન્યાયાલય તે કેસ પોતાને મોકલાયા વિના પબ્લિક પ્રોસિકયુટરે કરેલી લેખિત ફરિયાદ ઉપરથી એવા ગુનાની વિચારણા શરૂ કરી શકશે.

(૩) પેટા કલમ (૨) માં ઉલ્લેખાયેલી તેને દરેક ફરિયાદમાં જેનાથી કહેવાતો ગુનો બનતો હોય તે હકીકતો ગુનાનો પ્રકાર અને આરોપીએ કર્યો હોવાનું કહેવાતા ગુનાની તેને જાણ કરવા વાજબી રીતે પૂરતી હોય તેવી બીજી વિગતો જણાવવી જોઇશે.

(૪) નીચે જણાવ્યા પ્રમાણેની પૂવૅમંજૂરી મેળવ્યા સિવાય પબ્લિક પ્રોસિકયુટર પેટા કલમ (૨) હેઠળ ફરિયાદ કરી શકશે નહી.

(એ) રાજય સરકારની પૂર્વ મંજૂરી

(૧) કોઇ રાજયના રાજયપાલ અથવા તે સરકારના મંત્રી હોય તે વ્યકિતની બાબતમાં

(૨) રાજયના કામકાજના સબંધમાં નોકરી કરતા બીજા કોઇ રાજય સેવકની બાબતમાં

(૫) ગુનો થયો હોવાનું કહેવાતું હોય તે તારીખથી છ મહિનાની અંદર ફરિયાદ કરવામાં ન આવે તો કોઇ સેશન્સ ન્યાયાલય પેટા કલમ (૨) હેઠળ ગુનાની વિચારણા શરૂ કરી શકશે નહી.

(૬) જેની સામે ગુનો થયાનું કહેવાતુ હોય તે વ્યકિતના તે ગુના માટે હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવાના હકકને અથવા એવી ફરિયાદ ઉપરથી તે ગુનાની વિચારણા શરૂ કરવા માટેની તે મેજિસ્ટ્રેટની સતાને આ કલમના કોઇપણ મજકૂરથી બાધ આવશે નહી