ફરીયાદી જુબાની
(૧) ફરીયાદ ઉપરથી કોઇ ગુનાની વિચારણા શરૂ કરતી વખતે હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટે
ફરિયાદીની અને હાજર હોય તે સાક્ષીઓની સોગંદ ઉપર જુબાની લેવી જોઇશે અને તે જુબાનીનો સારાંશ લખી લેવો જોઇશે અને તે ઉપર ફરિયાદીએ અને સાક્ષીઓએ તેમજ મેજિસ્ટ્રેટે સહી કરવી જોઇશે.
પરંતુ આરોપીને સુનાવણી માટેની તક આપ્યા સિવાય મેજિસ્ટ્રેટ દ્રારા આ કલમ હેઠળ ગુનાની નોંધ લેવામાં આવશે નહી. વધુમાં ફરિયાદ લેખિત હોય ત્યારે નીચેના કોઇ સંજોગોમાં મેજિસ્ટ્રેટે ફરિયાદી અને સાક્ષીઓની જુબાની લેવાનું જરૂરી નથી.
(એ) પોતાના હોદ્દાની ફરજ બજાવતી વખતે કાયૅ કરતા હોય અથવા કાયૅ કરવાનું અભિપ્રેત હોય તે રાજય સેવકે અથવા ન્યાયાલયે ફરિયાદ કરી હોય તો અથવા
(બી) મેજિસ્ટ્રેટ કલમ-૨૧૨ હેઠળ બીજા મેજિસ્ટ્રેટને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી માટે કેસ સોંપે તો
(૨) કોઇપણ રાજય સેવકની સામે તેના સતાવાર કાર્યોૌ અથવા ફરજ બજવણી દરમ્યાન કોઇ ગુનો કર્યોૌ હોવાનું કહેવાતું હોય તો કોઇ મેજિસ્ટ્રેટ તેનુ કોગ્નિઝન્સ લેશે નહી સિવાય કે
(એ) એવા રાજય સેવકને તેવા સંજોગો વિષે ખુલાસો કરવા માટેની તક આપવામાં આવેલ હોય કે જેના કારણે કહેવામાં આવતો બનાવ બનેલ છે અને
(બી) એવા રાજય સેવકના વરિષ્ઠ અધિકારી દ્રારા બનાવની હકીકતો અને સંજોગો સમાવિષ્ટ કરતો કોઇ રીપોટૅ મળેલ હોય
Copyright©2023 - HelpLaw