કેસની વિચારણા શરૂ કરવાની સતા ન ધરાવતા હોય તે મેજિસ્ટ્રેટે અનુસરવાની કાયૅરીતિ - કલમ : 224

કેસની વિચારણા શરૂ કરવાની સતા ન ધરાવતા હોય તે મેજિસ્ટ્રેટે અનુસરવાની કાયૅરીતિ

ગુનાની વિચારણા શરૂ કરવાની સતા ન ધરાવતા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવામાં આવી હોય તો તેણે નીચે પ્રમાણે કરવું જોઇશે.

(એ) ફરિયાદ લેખિત હોય તો તેણે યોગય ન્યાયાલય સમક્ષ રજૂ કરવા માટે તે મતલબનો શેરો કરીને તે પાછી આપવી જોઇશે.

(બી) ફરિયાદ લેખિત ન હોય તો તેણે ફરિયાદીને યોગય ન્યાયાલય સમક્ષ જવા ફરમાવવું જોઇશે.