
ફરિયાદ કાઢી નાખવા બાબત
ફરિયાદી અને સાક્ષીઓએ સોગંદ ઉપર કથન કરેલ હોય તો તે અને કલમ-૨૨૫ હેઠળ તપાસ કે પોલીસ તપાસ થઇ હોય તો તેનું પરિણામ વિચારણામાં લીધા પછી મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કાયૅવાહી કરવા માટે પૂરતુ કારણ નથી તો તેણે ફરિયાદ કાઢી નાખવી જોઇએ અને એવા દરેક પ્રસંગે એમ કરવા માટેના પોતાના કારણોની તેણે ટુંકી નોંધ કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw