કામગીરી હુકમ કાઢવા બાબત
(૧) ગુનાની વિચારણા શરૂ કરનાર મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કાયૅવાહી માટે પૂરતુ કારણ છે અને કેસ
(એ) સમન્સ કેસ હોવાનું જણાય તો આરોપીને તેની હાજરી માટે સમન્સ કાઢવો જોઇશે અથવા
(બી) વોરંટ કેસ હોવાનું જણાય તો તે આરોપીને પોતાની સમક્ષ અથવા (પોતાને હકૂમત ન હોય તો) હકૂમત ધરાવતા બીજા કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ અમુક નિદિષ્ટ સમયે હાજર રાખવા કે રહેવા માટે વોંરટ અથવા પોતાને યોગ્ય લાગે તો સમન્સ કાઢી શકશે. પરંતુ સમન્સ અથવા વોરંટ ઇલેકટ્રોનિક સાધનો દ્રારા પણ કાઢી શકાશે.
(૨) ફરિયાદ પક્ષના સાક્ષીઓની યાદી રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી પેટા કલમ (૧) હેઠળ આરોપી સામે સમન્સ કે વોરંટ કાઢી શકાશે નહી.
(૩) લેખિત ફરિયાદ ઉપરથી શરૂ કરવામાં આવેલી કાયૅવાહીમાં પેટા કલમ (૧) હેઠળ કાઢેલા દરેક સમન્સ કે વોરંટ સાથે તે ફરિયાદની નકલ સામેલ રાખવી જોઇશે. પરંતુ સમન્સો અને વોરંટો ઇલેકટ્રોનિક સાધનો દ્રારા પણ કાઢી શકાશે.
(૪) તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા મુજબ પ્રોસેસ ફી કે બીજી ફી ભરવાની હોય ત્યારે તે ફી ભરવામાં ન આવે ત્યાં સુધી કોઇ કામગીરી હુકમ કાઢી શકાશે નહીં અને એવી ફી વાજબી સમયમાં ન આવે તો મેજિસ્ટ્રેટ તે ફરિયાદ કાઢી નાખી શકશે.
(૫) આ કલમના કોઇ મજકૂરથી કલમ-૯૦ની જોગવાઇઓને બાધ આવતો હોવાનું ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw