
આરોપીને પોલીસ રિપોટૅની અને બીજા દસ્તાવેજોની નકલ આપવા બાબત
જયારે પણ પોલીસ રિપોટૅ ઉપરથી કાયૅવાહી શરૂ કરવામાં આવી હોય ત્યારે મેજિસ્ટ્રેટે વિના વિલંબે અને કેસમાં આરોપીને રજૂ કરાયા કે તેના હાજર થયાની તારીખથી ૧૪ દિવસ કરતા વધુ ન હોય તેવા સમયમાં નીચેના દરેકની નકલ વિનામૂલ્યે આરોપી અને ભોગ બનનારને (જો તેનુ પ્રતિનિધિત્વ કોઇ વકીલ દ્રારા કરવામાં આવેલ હોય તો) પૂરી પાડવી જોઇશે.
(૧) પોલીસ રીપોર્ટ
(૨) કલમ-૧૭૩ હેઠળ પ્રથમ ખબરનો રિપોટૅ
(૩) જેને ફરિયાદ પક્ષ પોતાના સાક્ષી તરીકે તપાસવા ધારતો હોય તે તમામ વ્યકિતના કલમ-૧૮૦ ની પેટા કલમ (૩) હેઠળ નોંધાયેલ કથનો પૈકી કલમ-૧૯૩ની પેટા કલમ (૭) હેઠળ પોલીસ અધિકારીએ જે ભાગ કાઢી નાખવાની વિનંતી કરેલ હોય તે ભાગ સિવાયના કથનો
(૪) કલમ-૧૮૩ હેઠળ નોંધાયેલ તે કબૂલાત અને કથનો
(૫) કલમ-૧૯૩ ની પેટા કલમ (૬) હેઠળ પોલીસ રિપોર્ટ સાથે મેજિસ્ટ્રેટને મોકલાયેલ બીજા કોઇપણ દસ્તાવેજ કે તેનો સબંધિત ઉતારો
પરંતુ ખંડ (૩) માં ઉલ્લેખાયેલ કથનનો એવો કોઈ ભાગ વાંચીને અને વિનંતી માટે પોલીસ અધિકારીએ આપેલા કારણોની વિચારણા કરીને મેજિસ્ટ્રેટ એવો આદેશ આપી શકશે કે કથનના તે ભાગની અથવા મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેના અંશની નકલ આરોપીને પૂરી પાડવી
વધુમાં મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે આવા કોઇપણ દસ્તાવેજ બહુ મોટો છે તો તે આરોપી અને ભોગ બનનારને (જો તેનું પ્રતિનિધિત્વ કોઇ વકીલ દ્રારા કરવામાં આવેલ હોય તો) તેની નકલ પુરી પાડવાને બદલે ઇલેકટ્રોનિક માધ્યમથી નકલો પૂરી પાડશે અથવા ન્યાયાલયમાં જાતે કે એડવોકેટ મારફતે તેને માત્ર તે તપાસવા દેવામાં આવશે તેવો આદેશ આપી શકશે. વળી ઇલેકટ્રોનિક સ્વરૂપે આપવામાં આવેલ દસ્તાવેજોને વિધિવત રીતે પૂરી પાડવામાં આવેલ ગણવામાં આવશે.
Copyright©2023 - HelpLaw