સેશન્સ ન્યાયાલય ઇન્સાફી કાયૅવાહી કરી શકે તેવા બીજા કેસોમાં આરોપીને કથનો અને દસ્તાવેજોની નકલો આપવા બાબત
પોલીસ રિપોટૅ ઉપરથી હોય તે સિવાય શરૂ થયેલા કેસમાં કલમ-૨૨૭ હેઠળ કામગીરી હુકમ કાઢતા મેજિસ્ટ્રેટને એવું જણાય કે ગુનાની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ ન્યાયાલય જ કરી શકે તેમ છે ત્યારે મેજિસ્ટ્રેટે તુરત જ નીચેના દરેકની નકલ વિના મૂલ્યે આરોપીને પૂરી પાડવી જોઇશે.
(૧) મેજિસ્ટ્રેટે જેની જુબાની લીધેલ હોય તે તમામ વ્યકિતઓના કલમ-૨૨૩ કે કલમ-૨૨૫ હેઠળ નોંધાયેલા કથનો
(૨) કલમ-૧૮૦ કે કલમ-૧૮૩ હેઠળ નોંધાયેલ હોય તે કથનો અને કબૂલાતો
(૩) મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થયેલ જે દસ્તાવેજો ઉપર ફરિયાદ પક્ષ આધાર રાખવા ધારતો હોય તે દસ્તાવેજો પરંતુ મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે એવો દસ્તાવેજ બહુ મોટો છે તો તે આરોપીને તેની નકલ પુરી પાડવાને બદલે ન્યાયાલયમાં જાતે કે વકીલ મારફત તેને માત્ર તે તપાસવા દેવામાં આવશે તેવો આદેશ તે આપી શકશે વધુમાં ઇલેકટ્રોનિક સ્વરૂપે આપવામાં આવેલ દસ્તાવેજોને વિધિવત રીતે પૂરી પાડવામાં આવેલ ગણવામાં આવશે.
Copyright©2023 - HelpLaw