
સેશન્સ ન્યાયાલય જ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકતું હોય ત્યારે તેને કેસ કમિટ કરવા બાબત
પોલીસ રિપોૉટૅ ઉપરથી કે બીજી રીતે શરૂ થયેલા કેસમાં જયારે આરોપી હાજર થાય અથવા તેને મેજિસ્ટ્રેટ સમક્ષ લાવવામાં આવે અને મેજિસ્ટ્રેટને એવું જણાય કે ગુનાની ઇનસાફી કાયૅવાહી સેશન્સ ન્યાયાલય જ કરી શકે તેમ છે ત્યારે તેણે
(એ) યથાપ્રસંગ કલમ-૨૩૦ અથવા કલમ-૨૩૧ ની જોગવાઇઓનું પાલન કયૅગ પછી સેશન્સ ન્યાયાલયને કેસ કમિટ કરવો જોઇશે અને આ સંહિતાની જામીનને લગતી જોગવાઇઓને અધીન રહીને કેસ આવી રીતે કમિટ કરવામાં આવ્યો ન હોય ત્યાં સુધી આરોપીને કસ્ટડીમાં રાખવો જોઇશે.
(બી) જામીનને લગતી આ સંહિતાની જોગવાઇઓને આધિન રહીને ઇન્સાફી કાયૅવાહી થતા દરમ્યાન અને તે પૂરી ન થાય ત્યાં સુધી આરોપીને કસ્ટડીમાં રાખવો જોઇશે.
(સી) કેસનું રેકડૅ અને પુરાવામાં રજૂ કરવાના હોય તે દસ્તાવેજો તથા વસ્તુઓ ન્યાયાલયને મોકલવા જોઇશે.
(ડી) સેશન્સ ન્યાયાલયને કેસ કમિટ કયૅ ક ાની પબ્લિક પ્રોસિકયુટરને જાણ કરવી જોઇશે. પરંતુ આ કલમ હેઠળની કાયૅવાહીઓ ગુનાની વિચારણા શરૂ કયૅકાના ૯૦ દિવસની અંદર પૂણૅ થવી જોઇશે અને આવી મુદત મેજિસ્ટ્રેટ દ્રારા લેખિતમાં એવા કારણોની નોંધ કરીને ૧૮૦ દિવસથી વધુ ન હોય એવી અવધિ માટે લંબાવી શકાશે. વધુમાં જયારે સેશન્સ કોટૅ દ્રારા ચલાવવા પાત્ર કોઇ કેસમાં આરોપી કે ભોગ બનનાર કે તેના દ્રારા અધિકૃત કરાયેલ કોઇ વ્યકિત દ્રારા મેજિસ્ટ્રેટ સમક્ષ કોઇ અરજી કરવામાં આવે ત્યારે તે કેસ કમિટ કરવા માટે સેશન્સ ન્યાયાલયને મોકલશે.
Copyright©2023 - HelpLaw