
ત્હોમતની વિગતો
(૧) આ સંહિતા હેઠળના દરેક ત્હોમતનામામાં આરોપી ઉપર જે ગુનાનુ; ત્હોમત મૂકવામાં આવ્યું હોય તે ગુનો જણાવવો જોઇશે.
(૨) જે કાયદા મુજબ ગુનો થતો હોય તેમાં ગુનાનું મુકરર નામ આપવામાં આવ્યું હોય તો ત્હોમતનામામાં ફકત તેનું નામ જણાવીને ગુનાનુ વણૅન કરી શકાશે.
(૩) જે કાયદા મુજબ ગુનો થતો હોય તેમાં ગુનાને મુકરર નામ આપવામાં આવ્યું ન હોય તો આરોપી ઉપર જે બાબતનું ત્હોમત મૂકયું હોય તેની તેને જાણ થાય એટલા પુરતી તે ગુનાની વ્યાખ્યા દર્શાવવી જોઇશે.
(૪) જે કાયદા વિરૂધ્ધ અને તેની જે કલમ વિરૂધ્ધ ગુનો કયૅવાનું કહેવાતું હોય તે હોમતનામામાં જણાવવા જોઇશે.
(૫) ત્હોમત મૂકવામાં આવ્યું છે એ હકીકત તે ચોકકસ કેસમાં જેનું ત્હોમત મૂકયુ છે તે ગુનો બનવા માટે કાયદા મુજબ આવશ્યક એવી દરેક કાયદેસરની શરત સંતોષાઇ છે એમ કહેવુ બરાબર છે.
(૬) ત્હોમતનામું ન્યાયાલયની ભાષામાં લખેલું હોવું જોઇશે.
(૭) આરોપીને અગાઉ કોઇ ગુના માટે દોષિત ઠરાવ્યો હોય અને એવી અગાઉની ગુના સાબિતીને કારણે પાછળથી કરેલા કોઇ ગુના માટે તે વધારે આકરી અથવા જુદા પ્રકારની શિક્ષાને પાત્ર હોય અને પાછળથી કરેલા ગુના માટે ન્યાયાલયને જે શિક્ષા કરવાનું યોગ્ય લાગે તેના ઉપર અસર પહોંચાડવા એવી અગાઉની ગુના સાબિતી પુરવાર કરવા ધારેલ હોય તો અગાઉના ગુના સાબિતીની હકીકત તારીખ અને સ્થળ ત્હોમતનામામાં દર્શાવવા જોઇશે અને જો એ પ્રમાણે હશૅાવેલ ન હોય તો સજા ફરમાવતા પહેલા ન્યાયાલય કોઇપણ સમયે તે ઉમેરી શકશે.
Copyright©2023 - HelpLaw