ભિન્ન ગુનાઓ માટે અલગ અલગ ત્હોમતો - કલમ : 241

ભિન્ન ગુનાઓ માટે અલગ અલગ ત્હોમતો

(૧) કોઇ વ્યકિત ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય એવા દરેક જુદા ગુના માટે અલગ ત્હોમત હોવું જોઇશે અને એવા દરેક ત્હોમતની ઇન્સાફી કાયૅવાહી અલગ અલગ કરવી જોઇશે.

પરંતુ આરોપી લેખિત અરજી કરીને એવી માંગણી કરે અને મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે તેને તેમ થવાથી બાધ આવવાનો સંભવ નથી તો મેજિસ્ટ્રેટ તેના ઉપર મૂકાયેલા તમામ કે ગમે તેટલી સંખ્યાના ત્હોમતની એક સાથે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.

(૨) પેટા કલમ (૧)માં ના કોઇપણ મજકૂરથી કલમો-૨૪૨, ૨૪૩, ૨૪૪ અને ૨૪૬ ની જોગવાઇઓના અમલને અસર થશે નહી.