એક વષૅમાં થયેલા એક જ પ્રકારના ગુનાઓનું ત્હોમત એક સાથે મૂકી શકાશે - કલમ : 242

એક વષૅમાં થયેલા એક જ પ્રકારના ગુનાઓનું ત્હોમત એક સાથે મૂકી શકાશે

(૧) કોઇ વ્યકિત ઉપર પહેલા ગુના અને છેલ્લા ગુના વચ્ચેના વધુમાં વધુ બાર મહિનાના ગાળામાં તેની તે કે અલગ અલગ વ્યકિત અંગે એક જ પ્રકારના એક કરતા વધુ ગુના કયૅલાનો આરોપ હોય ત્યારે તેના ઉપર વધુમાં વધુ પાંચ ગુનાનું ત્હોમત મૂકી તે અંગે એક જ ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.

(૨) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અથવા કોઇ ખાસ કે સ્થાનિક કાયદાની તેની તે કલમ હેઠળ સરખી શિક્ષાને પાત્ર હોય તે ગુનાઓ એક જ પ્રકારના છે.

પરંતુ આ કલમના હેતુઓ માટે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩ની પેટા કલમ (૨) હેઠળ શીક્ષાપાત્ર ગુનો તે જ સંહિતાની કલમ-૩૦૫ હેઠળ શિક્ષાપાત્ર ગુનાના પ્રકારનો ગુનો હોવાનું ગણવામાં આવશે અને સદરહુ સંહિતાની અથવા કોઇ ખાસ કે સ્થાનિક કાયદાની કોઇ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો તે ગુનો કરવાની કોશિશ ગુનો બનતી હોય ત્યારે એવી કોશિશના ગુનાના પ્રકારનો હોવાનું ગણવામાં આવશે.