એકથી વધુ ગુના માટે ઇન્સાફી કાયૅવાહી - કલમ : 243

એકથી વધુ ગુના માટે ઇન્સાફી કાયૅવાહી

(૧) બધા મળીને એક જ બનાવ બને એ રીતે એક બીજા સાથે સંકળાયેલા શ્રેણીબધ્ધ કૃત્યોમાં એક જ વ્યકિતએ એકથી વધુ ગુના કયૅવગ હોય તો તેના ઉપર એવા દરેક ગુનાનું હોમત મૂકીને તેની સામે તેને માટે એક જ ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.

(૨) જેના ઉપર કલમ-૨૩૫ ની પેટા કલમ (૨) માં અથવા કલમ-૨૪૨ ની પેટા કલમ (૧) માં જોગવાઇ કયૅતો મુજબ ગુનાહિત વિશ્વાસઘાત અથવા બદદાનતથી મિલકતના દૂવિનિયોગના એક કે તેથી વધુ ગુના માટે ત્હોમત મૂકવામાં આવ્યું હોય તે વ્યકિત ઉપર તે ગુનો કે ગુના કરવામાં સરળતા કરવાના અથવા તેને છુપાવવાના હેતુ માટે ખોટા હિસાબ બનાવવાના એક કે તેથી વધુ ગુના કરવાનો આરોપ હોય ત્યારે તે વ્યકિત ઉપર એવા દરેક ગુનાનું ત્હોમત મૂકી શકાશે અને એવા દરેક ગુનાની એક સાથે ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.

(૩) કહેવાતા કૃત્યોથી જે કાયદાના ગુનાની વ્યાખ્યાઓ કરેલી હોય અથવા શિક્ષા ઠરાવી હોય તેવા તે સમયે અમલમાં હોય તે કાયદાની બે કે તેથી વધુ જુદી જુદી વ્યાખ્યામાં આવતો ગુનો બનતો હોય તો તે કૃત્યો માટેના આરોપી ઉપર એવા ગુનાનું હોમત મૂકીને તેની સામે તેને માટે એક જ ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.

(૪) કેટલાંક કૃત્યો પૈકીના એક કે તેથી વધુ કૃત્યો કરવાથી ગુનો બનતો હોય અને તે બધા મળીને કોઇ જુદો ગુનો બનતો હોય તો તે કૃત્યો માટેના આરોપી ઉપર તે બધા કૃત્યો મળીને બનો હોય તે ગુનાનું અને તે પૈકી કોઇ એક કે તેથી વધુ કૃત્યોથી બનતા ગુનાનું હોમત મૂકીને તેની સામે તેને માટે એક જ ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.

(૫) આ કલમના કોઇ મજકૂરથી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ -૯ ને બાધ આવશે નહી.