કયો ગુનો થયો છે તે વિષે શંકા હોય ત્યારે - કલમ : 244

કયો ગુનો થયો છે તે વિષે શંકા હોય ત્યારે

(૧) કોઇ એક જ કૃત્ય કે શ્રેણીબધ્ધ કૃત્યો એવા પ્રકારના હોય કે સાબિત કરી શકાય એવી હકીકતો ઉપરથી જુદા જુદા ગુના પૈકી કયો ગુનો બનશે તે વિષે શંકા હોય તો આરોપી ઉપર તે તમામ કે તેમાંનો કોઇ ગુનો કયૅાનું ત્હોમત મૂકીને એવા ગમે તેટલા ત્હોમતોની ઇન્સાફી કાયૅવાહી એક સાથે કીર શકાશે અથવા સદરહુ ગુના પૈકી કોઇ એક ગુનો કયો હોવાનું તેના ઉપર વિકલ્પે ત્હોમત મૂકી શકાશે.

(૨) આ પ્રમાણે હોય ત્યારે આરોપી ઉપર એક ગુનાનું ત્હોમત મૂકયું હોય અને પુરાવા ઉપરથી એક જણાય કે પેટા કલમ ( ની જોગવાઇઓ હેઠળ તેના ઉપર ત્હોમત મૂકી શકાત તેવો કોઇ જુદો ગુનો તેણે કર્યો છે તો તેણે જે ગુનો કયો હોવાનુ સાબિત કરવામાં આવ્યું હોય તે માટે તે ગુનાનું ત્હોમત તેની ઉપર મૂકેલુ ન હોય તો પણ તેને દોષિત ઠરાવી શકાશે.