કઇ વ્યકિતઓ ઉપર એક સાથે ત્હોમત મૂકી શકાશે - કલમ : 246

કઇ વ્યકિતઓ ઉપર એક સાથે ત્હોમત મૂકી શકાશે

નીચે જણાવેલ વ્યકિઓ ઉપર એક સાથે તહોમત મૂકી ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે.

(એ) એક જ બનાવ દરમ્યાન કરેલા એક જ ગુનાના આરોપીઓ

(બી) કોઇ ગુનાના આરોપીઓ અને તે ગુનાનું દુષ્પ્રરણ કરનાર અથવા તે ગુનો કરવાની કોશિશ કરનાર વ્યકિતઓ

(સી) બાર મહિનાના ગાળામાં સાથે મળીને કરેલા કલમ-૨૪૨ ના અર્થમાં એક જ પ્રકારના એકથી વધુ ગુનાના આરોપીઓ

(ડી) એક જ બનાવ દરમ્યાન કરેલા જુદા જુદા ગુનાના આરોપીઓ

(ઇ) ચોરીનો બળજબરીથી કઢાવવાનો ઠગાઇનો અથવા ગુનાહિત દુવિનિયોગ કરવાનો જેમા સમાવેશ થતો હોય એવા ગુનાના આરોપીઓ અને પહેલી વ્યકિતએ કરેલા એવા કોઇ ગુનાથી જેનો કબજો મેળવાયેલ હોવાનું કહેવાતું હોય એવો માલ લેવાનો અથવા રાખવાનો અથવા તેનો નિકાલ કરવામાં કે તેને છુપાવવામાં મદદ કરવાનો અથવા આવો કોઇ છેલ્લો ગુનો કરવાનું દુસ્પ્રેરણ કરવાનો અથવા તેમ કરવાની કોશિશ કરવાનો જેમના ઉપર આરોપ હોય તે વ્યકિતઓ

(એફ) જેનો કબ્જો એક જ ગુનાથી મેળવાયેલ હોય તેવા ચોરીના માલ અંગે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો ૩૧૭ ની પેટા કલમ (૨) અને (૫) હેઠળના અથવા તેમાંની કોઇ કલમ હેઠળના ગુનાઓના આરોપીઓ

(જી) બનાવટી સિકકા સબંધી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ના પ્રકરણ-૧૦ હેઠળ કોઇ ગુનાના આરોપીઓ અને તે જ સિકકા સબંધી ઉપયુકત પ્રકરણ હેઠળનો બીજો કોઇ ગુનો કયૅ વ ાનો અથવા એવું દુષ્પ્રરણ કયૅતાનો અથવા એવી કોશિશ કયૅવ ાનો જેમના ઉપર આરોપ હોય તે વ્યકિતઓ અને આ પ્રકરણના આગળના ભાગમાં આવેલ જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી આવા તમામ હોમતોને લાગુ પડશે.

પરંતુ ઘણા આરોપીઓ ઉપર જુદા જુદા ત્હોમત હોય અને તે આરોપીઓ આ કલમમાં નિર્દિષ્ટ કરેલા કોઇ વગૅમાં આવતા ન હોય ત્યારે તે આરોપીઓ લેખિત અરજી કરીને તેમ કરવા વિનંતી કરે અને જો મેજિસ્ટ્રેટને અથવા સેશન્સ ન્યાયાલયને એવી ખાતરી થાય કે તેમ કરવાથી તે આરોપીઓને વિપરીત અસર થશે નહી અને તેમ કરવું ઇષ્ટ છે તો મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ ન્યાયાલય તમામ આરોપીઓની એક સાથે ઇન્સાફી કાર્યવાહી કરી શકાશે.