
એકથી વધુ ત્હોમતો પૈકી એક ત્હોમત અંગે ગુનો સાબિત થાય ત્યારે બાકીના ત્હોમતો પાછાં ખેંચી લેવા બાબત
જયારે એક જ આરોપી સામે એકથી વધુ સદરોવાળું ત્હોમતનામું તૈયાર કર્યું હોય અને જયારે તે પૈકીના એક કે તેથી વધુ ત્હોમતો અંગેનો ગુનો સાબિત થાય ત્યારે ફરિયાદી કે ફરિયાદ પક્ષ તરીકે કામ કરનાર અધીકારી ન્યાયાલયની સંમતિ લઇને બાકીના ત્હોમત કે ત્હોમતો પાછા ખેંચી શકાશે અથવા ન્યાયાલય એવા બાકીના ત્હોમત કે ત્હોમતોની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી પોતાની મેળે થંભાવી શકશે અને એ પ્રમાણે બાકીના ત્હોમત કે હોમતો પાછાં ખેંચી લેવાય તો સદરહુ ત્હોમત કે ત્હોમતો માંથી નિદોષ ઠરાવીને છોડી મૂકયા બરાબર થશે. પરંતુ ગુના સાબિતીનો હુકમ રદ કરવામાં આવે તો (ગુના સાબિતી રદ કરનાર ન્યાયાલયના હુકમને અધીન રહીને) સદરહુ ન્યાયાલય એ પ્રમાણે પાછા ખેંચી લેવાયેલા ત્હોમત કે ત્હોમતોની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી આગળ ચલાવી શકશે.
Copyright©2023 - HelpLaw