
ફરિયાદ પક્ષના કેસની રજૂઆત શરૂ કરવા બાબત
કલમ-૨૩૨ અથવા જે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળ કેસ કમિટ થવાથી આરોપી ન્યાયાલય સમક્ષ હાજર થાય અથવા તેને લાવવામાં આવે ત્યારે આરોપી ઉપર જે ત્હોમત મૂકવામાં આવ્યું હોય તેનું વણૅન કરીને અને પોતે કયાં પુરાવાથી આરોપીનો દોષ સાબિત કરવા માગે છે તે જણાવીને પ્રોસિકયુટરે પોતાની રજૂઆત શરૂ કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw