ત્હોમતનામું તૈયાર કરવા બાબત - કલમ : 251

ત્હોમતનામું તૈયાર કરવા બાબત

(૧) ઉપર જણાવ્યા પ્રમાણેની વિચારણા અને સુનાવણી કયૅ । પછી જજનો અભિપ્રાય એવો થાય કે આરોપીએ એવો કોઇ ગુનો કયૅા હોવાનું માની લેવા માટે કારણ છે કે તેની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ ન્યાયાલય જ કરી શકે તેવુ નથી તો

(એ) તે આરોપી સામે ત્હોમતનામું તૈયાર કરી શકશે અને હુકમ કરીને ઇન્સાફી કાયૅવાહી કરવા માટે તે કેસ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને અથવા અન્ય કોઇ પ્રથમ વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા પ્રથમવગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા આરોપીને નિર્દેશ કરી શકશે અને તેમ થાય ત્યારે એવા મેજિસ્ટ્રેટ પોલીસ રિપોટૅ ઉપરથી દાખલ કરવામાં આવેલ વોરંટ કેસની ઇન્સાફી કાયૅવાહી માટેની કાયૅરીતિ અનુસાર ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરશે.

(બી) જેની ઇન્સાફી કાયૅવાહી પોતાનું ન્યાયાલય જ કરી શકે તેમ છે તો તેણે હોમત ઉપર પ્રથમ સુનાવણીની તારીખથી ૬૦ દિવસની અંદર આરોપી સામેનું લેખિત હોમતનામું તૈયાર કરવું જોઇશે.

(૨) પેટા કલમ (૧)ના ખંડ (બી) હેઠળ કોઇ ત્હોમતનામું જજ તૈયાર કરે ત્યારે હોમતનામું આરોપીને રૂબરૂ કે ઇલેકટ્રોનીક સાધનો દ્રારા હાજર થયેથી વાંચી સંભળાવીને સમજાવવું જોઇશે અને તે ત્હોમતનામાવાળો ગુનો કબૂલ કરે છે કે ઇન્સાફી કાયૅવાહી કરવાની માંગણી કરે છે તેવો પ્રશ્ન તેને પૂછવો જોઇશે.