ફરિયાદ પક્ષના પુરાવા માટેની તારીખ - કલમ : 253

ફરિયાદ પક્ષના પુરાવા માટેની તારીખ

આરોપી ગુનો કબૂલ ના કરે અથવા કંઇ ન કહે અથવા ઇન્સાફી કાયૅવાહી કરવાની માંગણી કરે અથવા કલમ-૨૫૨ હેઠળ તેને દોષિત ઠરાવવામાં ન આવે તો જજે સાક્ષીઓની જુબાની માટે તારીખ નકકી કરવી જોઇશે અને ફરિયાદ પક્ષની અરજી ઉપરથી કોઇપણ સાક્ષીને હાજર રહેવાનું અથવા કોઇ દસ્તાવેજ કે બીજી વસતુ રજૂ કરવાનું ફરમાવવા માટે કોઇપણ કામગીરી હુકમ તે કાઢી શકશે.