
ફરિયાદ પક્ષનો પુરાવો
(૧) એ રીતે નકકી કરેલી તારીખે જજ ફરિયાદ પક્ષના કેસના સમથૅનમાં રજૂ કરવામાં આવે તે તમામ પુરાવો લેશે. પરંતુ આ પેટા કલમ હેઠળ સાક્ષીનો પુરાવો ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક સાધનો દ્રારા રેકડૅ લઇ શકાશે
(૨) કોઇપણ જાહેર સેવકના પુરાવાની જુબાની ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક સાધનો દ્રારા લઇ શકાશે.
(૩) જજ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર બીજા કોઇ સાક્ષી કે સાક્ષીઓને તપાસવામાં ન આવે ત્યાં સુધી કોઇ સાક્ષીની ઉલટ તપાસ મુલતવી રાખવાની પરવાનગી આપી શકશે અથવા વિશેષ ઉલટ તપાસ માટે કોઇ સાક્ષીને ફરીથી બોલાવી શકશે.
Copyright©2023 - HelpLaw