બચાવ શરૂ કરવા બાબત
(૧) કલમ-૨૫૫ હેઠળ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં ન આવે તો તેને પોતાનો બચાવ શરૂ કરવાનું અને તેના સમથૅનમાં પોતાની પાસે હોય તેવો કોઇપણ પુરાવો રજૂ કરવાનું ફરમાવવું જોઇશે.
(૨) આરોપી કોઇ લેખિત કથન રજૂ કરે તો જજે તે રેકડૅ સાથે સામેલ કરવું જોઇશે.
(૩) આરોપી કોઇપણ સાક્ષીને હાજર રખાવવા અથવા કોઇ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનું ફરમાવવા માટેના કોઇ કામગીરી હુકમ કાઢવા માટે અરજી કરે તો આવી અરજી ત્રાસ આપવો કે વિલંબ કરવા અથવા ન્યાયનો હેતુ નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવેલ હોવાના કારણે તે નામંજૂર કરવી જોઇએ એવું લેખિત કારણો જણાવીને પોતાને લાગે તે સિવાય જજે એવો કામગીરી હુકમ કાઢવો જોઇએ.
Copyright©2023 - HelpLaw