
નિદર્દોષ ઠરાવી છોડી મૂકવા અથવા દોષિત ઠરાવવા બાબતનો ફેંસલો
(૧) દલીલોની અને કાયદાના મુદ્દા હોય તો તેની સુનાવણી કયૅા પછી જજ બનતી ત્વરાએ દલીલો પૂરી થયાની તારીખથી ૩૦ દિવસની અંદર કેસનો ફેંસલો આપશે કે જે વિશેષ કારણોની લેખિતમાં નોંધ કરીને ૪૫ દિવસ સુધી લંબાવી શકાશે.
(૨) આરોપીને દોષિત ઠરાવવામાં આવે તો પોતે કલમ-૪૦૧ ની જોગવાઇઓ અનુસાર કાયૅવાહી કરે તે સિવાય જજે સજાના પ્રશ્ન અંગે આરોપીને સાંભળવો જોઇશે અને ત્યાર પછી કાયદા અનુસાર તેને સજા કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw